ભરૂચ

ભાજપ, આપ, AIMIM સામે લડશે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર, છોટુ વસાવાએ કર્યું મોટુ એલાન

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો રંગ પણ જામી રહ્યો છે. ત્યારે ગુજરાતની બહુ ચર્ચિત ભરુચ (Bharuch) બેઠક પર ભાજપ, આપ (AAP), AIMIM સામે ભારત આદિવાસી પાર્ટીના (Bharat Adivasi Party) ઉમેદવાર પણ મેદાનમાં ઉતરશે. છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. જેથી ભરૂચ લોકસભા સીટ પર ચતુષ્કોણીય જંગ જામશે.

છોટુ વસાવાએ કરી મોટી જાહેરાત

છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી (BAP) ભરૂચ સહિત તમામ ટ્રાયબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાએ જણાવ્યું કે, ભારત આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ સહિત મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવશે, આ અંગે ટુક સમયમાં જ જાહેરાત કરવામા આવશે. વધુમાં તેમણે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવા ચૂંટાયા પછી આદીવાસી સમાજ માટે કંઈ કર્યું નથી. વધુમાં તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેજરીવાલ દેશનો બીજા નંબરનો ચોર છે અને તેના સાથે ચૈતર વસાવા ચાલે છે, હું જેને ગણાતો નથી.

ભરુચ બેઠક પર જામશે દિગ્ગજ આદિવાસી નેતાઓનો જંગ

ભરૂચ લોકસભા બેઠક પર કમળ સામે આપના ઝાડું બાદ હવે હોકી-બોલના ચિન્હ સાથે ફરી છોટુ વસાવા BAP પાર્ટી લઇ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. ઝઘડિયા વિધાનસભા બેઠક પર 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી BAP લઈને આવ્યા છે. , આ પાર્ટીના અધ્યક્ષ તેમના પુત્ર દિલીપ વસાવા હશે.

દિગ્ગજ આદિવાસી નેતાઓનો જંગ જામશે

મહત્વનું છે કે, છોટુ વસાવા પોતાના ઉમેદવારને ઉતારશે તો આદિવાસી મત વિભાજીત થઈ જશે. આ સાથે આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓનો જંગ ખુબ રસપ્રદ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button