ભરૂચ

ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદીવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ છોટુ વસાવાએ જંગી કાફલા સાથે ઉમેદવારી નોંધાવી

વધુ ભારત આદીવાસી પાર્ટીના ઉમેદવારી નોંધાવતાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ- કોણીયો જંગ નિશ્ચિત.

  • દિલીપ વસાવાએ પિતા છોટુ વસાવાના આશીર્વાદ લઈ ભારત આદીવાસી પાર્ટી પર ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવા રવાના થયા

આજે લોકસભાના ત્રિજા તબક્કાની ચુંટણીના ઉમેદવારીપત્ર નોંધાવવાના છેલ્લાં દીવસે આદીવાસી પર મજબુત પક્કડ ધરાવતાં અડીખમ નેતા છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદીવાસી પાર્ટી પર દાવેદારી કરી ઉમેદવારી નોંધાવતાં ચુંટણી રસપ્રદ થયાની સાથે ત્રિ-કોણીયો જંગ ખેલાવવાનો નિશ્ચિત જણાઈ રહ્યું છે.

દિલીપભાઈ વસાવા ઝગડીયા તાલુકાના ધારોલી ગામ ખાતેથી જંગી કાફલા સાથે પિતા છોટુ વસાવાના આશીર્વાદ લઈ ભરૂચ કલેકટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા રવાના થયાં છે.તે કારણે હવે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ-કોણીયો ચુંટણી જંગ ખેલાશે.

મનસુખ વસાવા : –
છ-ટર્મ ચુંટણી જીત્યાબાદ પણ સાતમી વખતે મનસુખ વસાવાને ૨૦૨૪ની લોકસભા બેઠક પર ફરી ભાજપે ટિકીટ ફાળવવામાં આવી છે.મનસુખ વસાવા ઘણાં સમયથી ગરમ ભાષાના કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે.પરંતુ લાંબા સમયથી શાસનમાં રહેતાં ભરૂચ લોસભા બેઠક પર પરારસ્ત કરવા પુરજોશમાં પ્રયાસો થઈ રહ્યાં છે.લોકચર્ચા મુજબ મનસુખ વસાવા છ ટર્મથી સાંસદ હોવાછતાં વિકાસ કરી શક્યાં નથી ? તેવું સાંભળવા મળી રહ્યુ છે.મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન મધ્યમ રીતે કરીને ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતું.હવે ૨૦૨૪ની લોકસભા બેઠક કેવી રહેશે.તે આવનાર સમયમાં જોવા મળશે.

ચૈતરભાઈ વસાવા : – ચૈતર વસાવા ઘણાં લાંબા સમયથી ભરૂચ લોકસભાની બઠક પર ચુંટણી લડશે.તેવુ ડિકલેરેશન અગાઉથી એલાન દિલ્હીના સીએમે કરી દીધું હતું .અને ભરૂચ લોકસભા બેઠકની ચુંટણી લડવા કોગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે.તેમને ઈન્ડિયા ગંઠબંધનથી ઓળખવામાં આવે છે.ચૈતરભાઈ વસાવા શક્તિ પ્રદર્શન કરવા પહેલેથી જ માહેર છે.તેમણે ભરૂચ લોકસભાની બેઠક પર ઈન્ડિયા ગંઠબંધન તરફથી તા.૧૭/૪/૨૦૨૪ના રોજ વિશાળ જનમેદની સાથે ઉમેદવારી નોંધાવી હતી.તેમાં પંજાબના સીએમ ભાગવત માન,ઈસુદાન ગઠવી અને ગોપાલ ઈટાલીયા તેમજ કોગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ ઉપસ્થિત રહ્યાં હતા.હકીકતમાં ચૈતરભાઈ વસાવાની રેલીમાં આખા ગુજરાતમાંથી કાર્યકરો જનસમર્થનમાં આવ્યાં હતા.પરંતુ વિશાળ જનમેદનીમાં કોગ્રેસ પક્ષના ભરૂચ લોકસભા વિસ્તારના આગેવાનો ખાસ હાજર રહ્યાં ન હતાં.તે શું ભાગ ભજવશે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ પણ કોંગ્રેસ પક્ષના આગેવાન સંદીપ માંગરોલ,ફૈઝલ પટેલ,મુમતાઝ પટેલ અને સુલેમાન પટેલ જેવા આગેવાનો ઈન્ડિયા ગંઠબંધનથી ભવિષ્યમાં કોગ્રેસ માનસપટલ પરથી ભુસાઈ જવાની આશંકા વ્યક્ત સાથે નારાજગી જણાઈ રહી છે.પણ આવનાર દીવસોમાં તેઓ શુ ભુમિકા ભજવશે તે જોવાનું રહ્યું.

દિલીપ વસાવા : –
ઘણી લાંબી ઈનિંગ રાજકારણની રમનાર અને આદીવાસી વોટબૈંક પર પ્રબળ પક્કડ ધરાવનાર છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને ભારત આદીવાસી પાર્ટીના ઉમેદવાર ઘોષિત કરાતા ભરૂચ લોકસભા બેઠક રસપ્રદ બની છે.અને તેમને કોગ્રેસ પક્ષના ગઠબંધનથી નારાજ આગેવાનોનો સહકાર મળવાની સંભાવના સેવાઈ રહી છે.જો કદાચ આવુ થશે તો ભરૂચ લોકસભા બેઠક પર તીવ્ર હરિફાઇ જામે તેવી શક્યતા રહેલી છે.

અપવાદ :-
ભરૂચ લોકસભા બેઠક અનામત નહી પણ જનરલ સીટ છે.પણ ઘણાથ વર્ષો અગાઉથી મજબુત નેતૃત્વ ધરાવનાર છોટુ વસાવાને કારણે અનામત સીટ જેવી સ્થાપિત થઈ ગયેલ છે.તેનો લાભ આજસુધી આદીવાસી તેમજ લઘુમતીકોમને પ્રાપ્ત થયો છે.

Related Articles

Back to top button