ભરૂચરાજનીતિ

ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા ભરૂચ કલેકટરને EVMથી નહીં, પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ સાથે આવેધન અપાયું

ભારત દેશની લોકશાહી બચાવવા તમામ ચુંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ ?, ટેકનોલોજીમાં સૌથી આગળ દેશમાં દેશોમાં બેલેટ પેપરથી ચુંટણી થાય છે.તો ભારતમાં જ કેમ EVM થી?

દેશની અંદર જ્યારથી ઈલેકટ્રીક વોંટીંગ મશીનથી ચુંટણીઓ કરવામાં આવી રહી છે. ત્યારથી દેશની જનતામાં કોલાહલ થઈ રહ્યો છે. કારણ કે વાસ્તવિક અપેક્ષિત પરીણામથી વ્યસ્ત પરિણામો આવી રહ્યાં છે. અને સરકાર પક્ષ વિરૂધ્ધ દેશની જનતાએ ઘણાં વર્ષોથી આક્રોશ વ્યક્ત કર્યો છે. છતાં શાસક પક્ષને જ બહુમત કેમ મળે છે ? તે સવાલ દેશની જનતાને સવાલ સતાવી રહ્યો છે. અને આ બાબતે ઘણાં વર્ષોથી બેલેટ પેપરથી ચુંટણીઓ કરાવવા જબરજસ્ત રજુઆતો કરવામાં આવી છે. છતાં પણ ભારતના ચુંટણીપંચ લોકોનો અવાજ ગંભીરતાથી ના લઈ કોઈ પ્રતિક્રિયા આપતું નથી. અને કેટલીક ચુંટણીઓમાં નાનાં-મોટા છબરડાઓ બહાર આવ્યાં છે .તે પણ ભારતનું ચુંટણીપંચ ધોરનિંદ્રામાં અનદેખી કરી રહ્યું છે .

તે બાબતે આજે ભરૂચ કલેકટરને ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ભારતીય ટ્રાયબલ ટાઈગર સૈનાના શહેર પ્રમુખ કે.બી.રાઠોડે આવેદન પત્ર આપી જણાવ્યું છે.કે,અમેરિકા જાપાન,પાકિસ્તાન,નેધરલેન્ડ,આયલેન્ડ જેવા દેશોમાં આજે પણ લોકશાહીના માધ્યમથી ચુંટણીઓ થાય છે. સુપ્રિમ કોર્ટ પણ જજમેન્ટ નંબર-૯૦૯૩ થી માને છે.અને ભારતના બંધારણ ની કલમ-૩૨૮ અને કલમ-૩૨૬ નુંસાર પણ દેશની તમામ ચુંટણીઓ બેલેટ પેપરથી જ થવી જોઈએ. કારણ કે માનવ નિર્મિત ઈવીએમ પર ભરોસો રહેતો નથી. જેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે ,હક્ક અને અધિકારો બચાવવા બેલેટ પેપરથી જ ચુંટણીઓ કરાવવાની માંગ કરવામાં આવી હતી.સાથે અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button