ભરૂચ

GMCDના લિગ્નાઈટ પ્રોજેક્ટમાં કામ કરતા મશીન ઓપરેટરનું માટીમાં દબાતા મોત

  • રાજપારડી જીએમડીસીના લિગ્નાઈટ પ્રોજેક્ટમાં કામ કરતા મશીન ઓપરેટરનું માટીમાં દબાતા મોત
  • યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત લિગ્નાઈટ પ્રોજેકટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા એક ૨૭ વર્ષીય યુવકનું માટી નીચે દબાતા મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મુળ મધ્યપ્રદેશનો રાજકરણ યાદવ નામનો ૨૭ વર્ષીય યુવક જીએમડીસીના લિગ્નાઈટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ યુવક શુક્રવારના તા.૧૦મીના રોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઈન્સમાં કામ કરતો હતો ત્યારે એકાએક માટી ધસી પડતા યુવક મશીન સહિત માટીમાં દબાયો હતો. યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા જ્યારે રાજકરણ મશીન સમેત માટીમાં દબાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકરણ યાદવ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોઈ તેની બારીઓ બંધ હતી. જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાયો નહિં હોય એમ માનવામાં આવી રહ્યું છે. રાજપારડી પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે મૃતકનો ભાઈ મધ્યપ્રદેશથી આવવા નીકળી ગયેલ હોય તેના આવ્યા પછી અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ માઈન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત થતાં અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.

Related Articles

Back to top button