નર્મદા

ભિલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા થકી તાપી- નર્મદાના ૨૦૧૮ ની સિંચાઈની માંગણીની જાહેરાત કરતાં અમિતશાહ

બંધારણમાં કોઈપણ જાતનો ફેરફાર નહી,આદીવાસીઓને સમાન સિવિલ કોડ લાગુ પડશે નહી...અમિતશાહ

  • અમિતશાહની બિનવાહીયાત ,ઠગ તેમજ છેતરપિંડી કરનારી વાતો છે.દશ વર્ષમાં અનુસુચિ -૫ અને ૬ નો અમલ કેમ નહી કર્યો ? …છોટુભાઈ વસાવા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલ ખડોલી ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતશાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકસભા-૨૦૨૪નીસભરૂચ લોકસભા માટેની જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું.કે, બંધારણ માં કોઈ પણ જાત નો ફેરફાર થશે નહિ એ વાત નું એલાન કર્યુ. તેમજ UCC નિયમ -૩ મુજબ આદિવાસીઓને સમાન સિવિલ કોડ (UCC) લાગુ પડશે નહિ.તથા ભીલીસ્થાન ટાઇગર સેના (BTS) થકી 2018 માં નર્મદા-તાપીનાં સિંચાઇ માટે પાણીની વ્યવસ્થાની માંગણી કરી હતી.તેનું અમિતભાઈ શાહે પૂર્વ પટ્ટીમાં કેનાલથી પાણી પહોંચાડવાના પ્રોજેક્ટની જાહેરાત કરી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નર્મદા ખાતે કમલમ ખાતે નર્મદા, ભરૂચ જિલ્લા મા સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાત કરી હતી.જ્યારે ગુજરાત વિધાનસભા-૨૦૨૧૭ની ચુંટણીમાં આ ભરૂચ-નર્મદામાં તાપી-નર્મદાના સિંચાઈ માટે ટ્રીપ દ્રરા પાણી કેવી રીતે પહોચાડવામાં આવે,તેની નકશા સાથે કેલેન્ડર પણ બહાર પાડ્યું હતું.તે અનુંસંધાને ડેડીયાપાડા મતવિસ્તારના સભ્ય બનતાં મહેશભાઈ વસાવાએ આદિવાસી સમાજને લાગતી સિંચાઇની માંગણીની રજુઆત કરી હતી.તેનો આજ તા.૨૭/૪/૨૦૨૪ ના દીને જાહેરમંચ પરથી સ્વીકાર કરી ભાજપ સરકાર આદિવાસી વિસ્તારમાં સિંચાઇ, શિક્ષણ અને આરોગ્ય માટે ની સગવડ ઊભી કરવાની જાહેરાત કરી છે. તે ભીલીસ્થાન ટાઇગર સેના (BTS) લડત નું પરિણામ છે. જેનું ફળ આજે મળી રહ્યું છે.તેવી લોકચર્ચાઓ પણ થઈ.

પરંતુ ખડોલી ગામના જાહેરસભામાં કરેલી જાહેરાતને આદીવાસીઓમાં મજબુત નેતૃત્વની છબી ધરાવનાર ઝગડીયાના પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ખંડન કરતાં પ્રેસ કોન્ફરન્સ મિડીયામાં અમિતશાહ પર આકરાં પ્રહારો કરી જણાવ્યું હતું.કે,ભાજપ ગુજરાતમાં ૪૦ વર્ષથી અને અમિતશાહ ૧૦ વર્ષથી કેન્દ્રની સરકારમાં છે.પણ એમને ખબર જ નથી.કે આદીવાસીઓનો વિકાસ થયો જ નથી.પણ રૂંધાય ગયો છે ? સ્ટેચ્યુ ઓફ યુનિટી,ડેડીયાપાડાનો સપારી પાર્ક અને કોરીડોર પ્રોજેક્ટથી કેટલાં હેરાન-પરેશાન કરવામાં આવી ભુખે મરવાનો સમય લાવી દીધો છે.આદીવાસી વિસ્તારમાં સિંચાઈની કે બજેટની સગવડ નથી.આદીવાસીઓ પ્રત્યે અમિતશાહ કેન્દ્રમાં ૧૦ વર્ષથી પ્રધાન છે.તો આદીવાસીઓનો બંધારણીય સંવૈધાનિક અધિકાર અનુસૂચિ-૫ અને ૬ લાગુ કરતાં નથી.પણ રંજાડો કેમ છો ? પણ વિકાસના નામે મલ્ટીનેશનલ કંપનીઓ લાવી જંગલો સાફ કરવાનાં તોયફા કેમ કરો છો ? જ્યાં અમિતશાહે કુદી કુદીને આદીવાસીઓની વિકાસની વાત કરી ત્યાંના આજે આદીવાસીઓના ૫૦.ગામોમાં પિવાના પાણી નથી.રોજગારી નથી લોકો ભુખે મરે છે.તો પાણી વગર વિકાસ કેવી રીતે થશે ? એટલે ફક્ત મત લેવા ખોટી ખોટી જાહેરાત કરી આદીવાસીઓને છેતરવાનો આરોપ લગાડ્યો હતો.

વિશેષમાં છોટુ વસાવાએ જણાવ્યું છે.કે, ચૈતર વસાવાને હરાવવાના હોય તો ડેડીયાપાડામાં કેમ જાહેરસભા કરી નહી,ત્યાં એમના ૧,૦૩,૦૦૦ વોટ છે.પણ ખાસ તો ઝગડીયામાં અમારા ૯૬,૦૦૦ કે ૬૬,૦૦૦ જેટલાં મતો છે.તે તોડવા માટે અમિતશાહ અહી જાહેરસભા કરી રહ્યાં છે.એટલે મતો વહેચાય જાય એવું પ્લાનિંગ છે.આદીવાસીઓનો વિકાસ કરવો હોય તો મણિપુરમાં આટલી આફત કેમ છે ? એટલે છોટુ વસાવાએ સિધું જ કિધું કે,અમિતશાહ પર અમાલો બિલકુલ વિશ્વાસ નથી.નાગાલેન્ડના ૬ જિલ્લાઓમાં એકપણ મત આદીવાસીઓએ આપ્યો નથી.તેની અમિતશાહને શરમ આવવી જોઈએ ?તો અહી કયા આદીવાસીઓની વિકાસની વાતો કરી છેતરપીંડી કરવા આવ્યાં છો ? આદીવાસીઓનો વિકાસ કરવો હોય તો,રાજપારડી અને ઝગડીયાની જીએમડીસીની ખનિજોની ચોરી અટકાવવી જોઈએ ? અને કહેવુ જોઈએ કે, આદીવાસીઓની ખનિજો કેમ ચોરો છો ?

Related Articles

Back to top button