ગુજરાત

ગુજરાતના આ વિસ્તારમાં દારૂ પીવાની અપાઈ છૂટ, નિયમોના પાલન સાથે ‘વાઈન એન્ડ ડાઈન’ સુવિધા થશે ઉભી

ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન મુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • ગીફ્ટ સિટી ખાતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ લીકરની છૂટ મળશે
  • ગીફ્ટ સીટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઉન ફેસિલિટી ઉપલબ્ધ કરાવાશે
  • હોટેલ રેસ્ટોરન્ટ ક્લબમાં લીકર સેવન કરી શકાશે

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.  સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button