કામરેજ 

સુરત LCB પોલીસ ટીમે સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો

98 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 11 આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો

સુરતના કામરેજ વિસ્તારમાંથી જિલ્લા LCBએ સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 98 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 11 જેટલા આરોપીની કરી ધરપકડ કરી હતી અને 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા LCBએ કામરેજ તાલુકાના કોસમાડા ગામની સીમમાંથી લોખંડના સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જિલ્લા LCBની ટીમે અંતરોલીથી કડોદરા જતાં રીંગ રોડ પર આવેલા એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, ફેક્ટરીમાંથી સળિયા ભરીને નીકળતા ટ્રેલરચાલકો બારોબાર ચોરી છુપીથી સળિયાનો અમુક જથ્થો વેચાણ કરે છે.

પોલીસે ઘટનાસ્થળેથી વેપલો કરતા બે ટ્રેલરચાલક સહિત 11 લોકોને વેપલો કરતા ઝડપી પાડ્યા હતા તેમજ મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ચોરી કરીને સંગ્રહ કરવામાં આવેલ 22 લાખની કિંમતનો કુલ 40 ટન સળિયાનો જથ્થો તેમજ બંને ટ્રેલરની અંદરથી મળી આવેલ 70 ટન સળિયા તેમજ બંને ટ્રેલર મળી કુલ 98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button