તાપી

વાલોડ હાઇસ્કુલ પાસે બસ સાથે બાઈકનો અકસ્માત થતા બાઈકના કચ્ચરઘાણ થઈ ગયા

બાઇક ઉપર સવાર યુવક અને યુવતીને સામાન્ય ઇજા

વાલોડ ખાતે મંગળવારે એમ.આઈ.જી સુંદર નગર થી લીજજત પાપડ કેન્દ્ર તરફ જતા ચાર રસ્તા નજીક વ્યારા નવસારી રૂટની બસ નંબર જીજે 18 ઝેડ 5661 આવી રહી હતી. લિજ્જત તરફ થઈ વાલોડ હાઇસ્કુલ પાસે પસાર થતી હતી તે દરમિયાન બસ સાથે ચાલતા બાઈક નંબર જીજે 30 એફ 0321ના ચાલકે રોંગ સાઈડથી આગળ વધતા બસ ડ્રાઇવર ટર્ન લેવામાં બાઇક બસની નીચે ભરાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બાઇક ઉપર સવાર યુવક અને યુવતીને નાની ઇજા થઈ હતી પરંતુ બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો.

Related Articles

Back to top button