માંગરોળ

વેરાકુઈ ગામે બાઇકસવાર યુવકોને ટ્રક ચાલકે અડફેટમાં લેતા એકનું મોત; એકનો આબાદ બચાવ

પોલીસે કસુરવાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

માંગરોળનાં વેરાકુઈ ગામેથી પસાર થઈ રહેલા બાઇક સવારને ટ્રક ચાલકે અડફેટમાં લઇ લેવાનાં પગલે ચાલકનું ગંભીર ઇજા સાથે મોત નીપજતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજેશભાઇ વસાવા જેમનાં મિત્ર રાહુલભાઇ વસાવા સાથે પોતાનાં કબ્જાની માલિકીની મોટરસાયકલ લઇને  ડેડીયાપાડાના સિયાલી ગામેથી બોધાન ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન માંગરોળનાં વેરાકુઈ ગામની સીમમાં પહોંચતા પાછળથી પૂરપાટ માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકના ચાલકે પોતાનાં કબ્જાની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલી રહેલા બાઇકસવાર યુવકોને અડફેટમાં લઈ અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતમાં બંને બાઇક સવારો પૈકી ચાલક રાજેશને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જોકે બાઈક પાછળ સવાર મિત્ર રાહુલનો આબાદ બચાવ થયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગેની જાણ માંગરોળ પોલીસને થતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ કસુરવાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button