ડાંગ

સોનગીરથી વાસુર્ણાને જોડતા 5 કિલોમીટરનો માર્ગ બિસ્માર

રાજવીની આંદોલનની ચીમકી

ડાંગ જિલ્લાના આહવા-બોરખલ માર્ગ સ્થિત સોનગીર ફાટક 5 કિમીના અંતરે દુર્ગમ પહાડી વિસ્તાર ઉપર આવેલા સોનગીરથી વાસુર્ણા ગામને જોડતો આ માર્ગ વઘઇ તાલુકાના શિવારીમાળનો ટૂંકો રસ્તો હોવા ઉપરાંત ડાંગમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા વાસુર્ણાના રાજવીનું ગામ આવેલ છે. સાથોસાથ પ્રાકૃતિક શિક્ષણ સાથે લોકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ પૂ. હેતલદીદીનો અહીં તેજસ્વી સંસ્કૃતિ ધામ આવતા ભાવિકોને પણ જર્જરિત માર્ગને કારણે હાલાકી વેઠવી પડે છે.

આહવાથી સોનગીરને જોડતા બિસ્માર માર્ગને ડામર સપાટીનો બનાવવા વાસુર્ણાના ગામના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ મુખ્યમંત્રી સહિત રાજ્યપાલને રજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક તંત્ર તેમની રજૂઆત ધ્યાને લેતી નથી. તંત્રના બેજવાબદારી વલણથી બાજ આવી ગયેલ રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ સોનગીરના બિસ્માર રસ્તા મુદ્દે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ આહવા ફાટકથી સોનગીરને જોડતો બિસમાર માર્ગની સત્વરે કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે. અંતરિયાળ ગામમાં આવેલ બિસ્માર હાલતમાં નજરે પડે છે.

તંત્ર આળસ ખંખેરી કામગીરી કરે આહવાના સોનગીર ફાટકથી ચીખલી ફાટક સોનગીર સુધીનો માર્ગ બિસ્માર બની અસ્તિત્વ મટી ગયું છે. તંત્ર દ્વારા આ માર્ગની નવિનીકરણની કામગીરી હાથ નહીં ધરે તો અમો રાજવી તરીકે જનતાના હિત માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તંત્ર આળસ ખંખેરી સોનગીર ફાટક થી વાસુર્ણા સુધીનો બિસ્માર માર્ગની મરામત કામગીરી હાથ ધરે તે જરૂરી છે. > ધનરાજસિંહ સૂર્યવંશી, રાજવી, વાસુર્ણા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button