ગુજરાતરાજનીતિ

ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારો કર્યા જાહેર, સુરેન્દ્રનગરમાં મંત્રી મુંજપરાની ટિકિટ કાપી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની બેઠકો પર બાકી રહેતા ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર, મહેસાણાથી હરિભાઈ પટેલ અને સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીને લઇ ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેચી હતી.જેથી તે બેઠકો સહિત બાકી રેહતી બેઠક પર ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે.  વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ:

  • મહેસાણાથી હરિભાઈ પટેલ
  • સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા
  • સુરેન્દ્રનગરથી ચંદુભાઈ છગનભાઇ શીરોહા
  • જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા
  • અમરેલીથી ભરતભાઇ મનુભાઈ સુતરિયા
  • વડોદરાથી ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશીને  ટિકિટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button