તાપી

પ્રમુખ બિનહરીફ પણ ઉપપ્રમુખ માટે ભાજપ – કોંગ્રેસ બંનેએ ફોર્મ ભર્યા

વાલોડ તાલુકા પંચાયતમાં તમામ હોદ્દા પર મહિલાઓની નિમણૂંક

વાલોડ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થઈ રહી હોય આવતા અઢી વર્ષ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખની દાવેદારી આજે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કરી હતી. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ હતું. જેમાંથી પ્રમુખની દાવેદારી કરનાર કોંગ્રેસી સુનિતા ગામીતે ફોર્મ ખેચી લીધું હોય ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.ભાજપે વાલોડ તાલુકા પંચાયતમાં તમામ હોદ્દા પર મહિલાઓની નિમણૂંક કરી છે.

વાલોડ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટે દાવેદારી કરવામાં આવી હતી, કોંગ્રેસે છેલ્લી ઘડીએ ફોર્મ ભરતા સભ્યોના મત લઈ પદાધિકારીઓની વરણી કરવામાં આવનાર હતી. વાલોડ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે મહિલા એસ.ટી. અનામત સીટ હોય . પ્રમુખ માટે વર્ષાબેન રાઠોડ તથા ઉપપ્રમુખ માટે શિવાનીબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી, જેની સામે વાલોડ તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સભ્યોને ભેગા કરતા જ બપોર પડી હતી, જેમાંથી કોંગ્રેસના બે સભ્યો જોશેફ ગામીત અને સતિષભાઈ ચૌધરી સવારથી જ ફોન બંધ કરી અજ્ઞાત સ્થળે જતા રહ્યા હોય વાલોડ કોંગ્રેસના સભ્યોને ભેગા કરતા પરસેવો પડી ગયો હતો. કોંગ્રેસ તરફથી માત્ર એક મહિલા હોય અને મહિલા અનામત સીટ હોવાથી સુનિતાબેન ગામીત તથા ઉપપ્રમુખ માટે વિપુલભાઈ ચૌધરીનું ફોર્મ છેલ્લી ચાર મિનિટ બાકી હતી ત્યારે ભરાયું હતું. એપીએમસી વાલોડમાં ભાજપ મેન્ડેટ આવવાનું હોય સમર્થકો ભેગા થયા હતા, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી,ન્યાય સમિતિ અને દંડકના નામો જાહેર થતાં તમામ ભાજપના તમામ સભ્યોએ એકરાગીતા બતાવી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. પરંતુ ફોર્મ ભરાવી છૂટા મુકી દેવાયેલ પ્રમુખના ઉમેદવારને ભાજપ દ્વારા મનાવી લઈ ફોર્મ ખેંચાવી લીધુ હતુ. વર્ષાબેન રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા હતા. વાલોડ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે વરાયેલા મહિલા હોદ્દેદારો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button