નર્મદારાજનીતિ

રાજપીપળાના સ્નેહમિલન સમારંભમાં નાંદોદના ધારાસભ્યએ ઉભરો ઠાલવ્યો

નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી છે. રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર રહયાં હતાં.

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે.બધાએ સમય અને ભોગ આપ્યો છે…જે બધાને પૂછું કે અત્યાર સુધી કોઈ બે તુકારીને વાત કરી છે અપમાન કરી છે..પણ ભગવાન સાક્ષી છે કે ને કોઈ નું અપમાન કર્યું નથી .પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો આં મારું અપમાન નથી ભાજપ નાં ધારાસભ્ય નું અપમાન છે.કહી ભાજપ નાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.જેમાં લોકોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહયો છે અને મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે.

આવી વાતો જાહેરમંચ પરથી ન થાય
સાંસદ ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી નાં કરવી જોઈએ, સંગઠન માં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ..આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠન ને આભારી છે..આં મુદ્દે મને કેટલાંક કાર્યકરો એ ફરિયાદ કરી છે. > મનસુખ વસાવા સાંસદ ભરૂચ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button