ડાંગરાજનીતિ

ભાજપની ‘ નો‎રિપીટેશન’ ફોર્મુલા‎ ડાંગમાં ફેઇલ‎

પૂર્વ શાસક પક્ષના નેતાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષપદે વરણી

  • કારોબારી અધ્યક્ષ તરીકે પાવુલ ગામિત
  • સા.ન્યાય સમિતિના અધ્યક્ષપદે દક્ષાબેન બંગાળ
  • વઘઇ તાલુકા પંચાયતમાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખે પાર્ટીની શિસ્તતાને નેવે મુકી હોવાની ઉઠેલી ચર્ચા‎ જેને લઈને ભાજપીઓમાં અસંતોષ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં પૂર્વ શાસકપક્ષના નેતાને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષપદે વરણી કરાતા ભાજપના નો- રિપીટેશન ફોર્મુલા નામ પૂરતી જ રહી ગઈ છે. જિલ્લા સંગઠન મોટા નેતાઓએ પોતાના માનીતાઓને હોદ્દાઓની લ્હાણી કરવા પક્ષની ઘોર ખોદાઈ તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભાજપ દ્વારા તાલુકા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મમાં નો- રિપીટેશનની થિયરી અપનાવી હતી પરંતુ ડાંગ જિલ્લામાં ભાજપના બેવડા ધારાધોરણ બહાર આવ્યા છે.

વઘઇ તાલુકા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને તા.પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં વઘઇ તા.પં.ના અઢી વર્ષની ટર્મ માટે કારોબારી અધ્યક્ષ તરીકે પાવુલ ગામીત તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષપદે દક્ષાબેન સંજયભાઈ બંગાળની વરણી કરાઇ છે, વાસ્તવમાં તેઓ અઢી વર્ષ પહેલાં વઘઇ તા.પં.ના શાસક પક્ષ નેતા તરીકે હતા ત્યારે ફરી તેમને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સ્થાને બિરાજમાન કરાવી ભાજપના નો- રિપીટેશનનો છેદ ઉડાડી દેવાયો છે. જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા મલાઈદાર હોદ્દાની લ્હાણી કરાવવા ભૂંડી ભૂમિકા ભજવી પોતાની મનમાની ચલાવતા હોય જિલ્લા ભાજપ વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ બાબતે ધારાસભ્યએ પણ મૌન ધારણ કરી લીધેલ છે. જિલ્લા સંગઠન પ્રમુખ સામે પણ ધારાસભ્ય લાચાર છે કે પછી તેમના ઈશારે આ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે, તેવા અનેક સવાલો ઉભા થયા છે.જિલ્લા ભાજપ મંડળના મોટા નેતાઓ  દ્વારા પાર્ટીની શિસ્તતાને નેવે મૂકી હોદ્દાની લ્હાણી કરવા વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. અને જેમાં ભાજપને મોટું નુકસાન થવાની શકયતા વચ્ચે સમગ્ર મામલે મોવડી મંડળ દ્વારા દરમિયનગીરી કરાય તેવી માંગ ઉઠી છે.

પાવુલ ગામિત તથા દક્ષાબેન પાર્ટીના સમર્થનમાં નિર્ણય લેવાનું ઉપલી કક્ષાએ નક્કી કરવામાં આવ્યું છે તાલુકા-જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની બાબતમાં ડાંગ જિલ્લા પૂરતું નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, અહીં વિવેક બુદ્ધિથી નિર્ણય કરી પાર્ટીના સમર્થનમાં નિર્ણય લેવાનું ઉપલી કક્ષાએ નક્કી કરવામાં આવ્યું છે. > રાજેશભાઇ દેસાઇ, સંગઠન પ્રભારી, ડાંગ ભાજપ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button