સુરત

કામરેજ ગામે પાસે તાપી નદીમાં તરતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

કામરેજ ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં તરતી હાલતમાં આજરોજ એક યુવકનો મૃતદેહ નજરે ચડતા માછીમારોએ મૃતદેહને કાંઠે લાવ્યા હતા. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ હતી. સ્થળ પર પહોંચેલી કામરેજ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઈને તેઓના વાલી વારસા સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

સુરત જિલ્લામાં પસાર થતી તાપી નદીમાં અવારનવાર અજાણ્યા લોકોના મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ ગામ પાસે પસાર થતી તાપી નદીમાં નિત્યક્રમ મુજબ માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓની નજરે નદીમાં તરી રહેલા મૃતદેહ પર પડી હતી. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને મૃતદેહને નાવડીની મદદથી નદીના કાંઠે લાવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહની તપાસ કરતા મૃતકની ઉંમર અંદાજીત 30 થી 35 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેઓના છાતીના ભાગે કિશું નામનું છૂંદણું પણ હતું. હાલ તો કામરેજ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી તેઓના વાલી વારસા સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button