તાપી

ગુજરાત સરકારની જીએસટીની આગમાં લપેટાયેલ બોલેરો ગાડીમાં તમામ સરકારી દસ્તાવેજો બળી ગયાની સમગ્ર ઘટનામાં પ્રથમ દર્શનીય જ શંકાનાં દાયરામાં

મહારાષ્ટ્રમાં ગયા ત્યારે જીએસટીનાં અધિકારીઓ એસઆરપીનાં કર્મચારીને સોનગઢમાં કેમ મુકી ગયા?‎

કુકરમુંડા નજીક ફુલવાડી ચોકડીથી અક્કલકુવા જતા રોડ ઉપર મહારાષ્ટ્રનાં મોગલબારા વિસ્તારમાં ગુજરાત સરકારની જીએસટીની આગમાં લપેટાયેલ બોલેરો ગાડીમાં તમામ સરકારી દસ્તાવેજો બળી ગયાની સમગ્ર ઘટનામાં પ્રથમ દર્શનીય જ શંકાનાં દાયરામાં છે. જીએસટીનાં અધિકારીઓ અને તેની ટીમ સાથે એક એસઆરપીનો કર્મચારી પણ ફાળવવામાં આવ્યો છે. તે હમેંશા સોનગઢ મોબાઇલ સ્કોવોડની બોલેરોમાં જ કર્મચારીઓ સાથે જોવા મળતો હતો પણ સોનગઢ મોબાઇલ સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્રમાં ગઇ ત્યારે જીએસટીનાં અધિકારીઓ પોતાની સાથે આ એસઆરપીનાં કર્મચારીને લઈ જવાને બદલે સોનગઢમાં જ મુકી ગયા હતા.

એસઆરપીનાં કર્મચારીની સોનગઢ મોબાઇલ સ્કોવોડ ટીમ સાથે ફરજ બજાવવા નિમણુંક કરાઇ છે તો ફરજ પરનાં અધિકારીએ વાહન ચેકિંગ સમય તેમને સાથે રાખવાની તસદ્દી કેમ ન લીધી? તે બાબતે પણ હાલ શંકા- કુશંકા ઉદભવી છે.

શંકાના મુખ્ય કારણો

  • જીએસટીનાં અધિકારીઓ ગાડી પાછળથી ધુમાડો નીકળ્યા બાદ તે આગમાં લપેટાઇ હોવાની કેસેટ વગાડી રહ્યા છે. જો અધિકારીની વાતને સમર્થન આપીયે તો બોલેરોમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાઈ હશે પણ સોનગઢ મોબાઇલ સ્કોવોડ ફાળવાયેલ બોલેરો નવી હતી. સરકારે બોલેરો ફાળવ્યાને માત્ર એક વર્ષ થયુ છે. જો શોર્ટ સર્કિટ કે અન્ય ખામીને કારણે આગ લાગી હોય તો બોલેરો કંપની સામે સીધા સવાલો ઉભા થાય છે.
  • હાલ ગાડીમાં પાછળથી આગ લાગી છે ત્યારે ઘટના શંકા પ્રેરનારી છે. જોકે, રેલો આવતા બચાવ માટે જીએસટી અધિકારીઓએ હાલ ધમપછાડા શરૂ કર્યાનું જાણવા મળ્યુ છે. સર્વપ્રથમ તો સોનગઢ મોબાઇલ સ્કોવોડ કામગીરીમાં મહારાષ્ટ્રનો રૂટ સરકારે ફાળવ્યો નથી. ત્યારે ગુજરાતનું વાહન મહારાષ્ટ્રમાં પહોંચ્યુ કેવી રીતે? આગ માં સરકારી કાગળો, લેપટોપ જેવી સાધન સામગ્રી બળી ગઈ છે.

Related Articles

Back to top button