ભરૂચ

ફોર્મ ભરતી સમયે બંને પત્નીઓ સાથે રહ્યા, 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા ભાજપના મનસુખ વસાવા સામે છે ટક્કર

ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ગુરુવારના રોજ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ભાજપના ગઢમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો

ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે ત્યારે ગતરોજ ઈન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 72 વર્ષના ઇતિહાસમાં પેહલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી પ્રચાર સાથે હોસ્ટલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી.ચૈતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા

જોકે ગતરોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી ચૈતર વસાવા આજે રોજ તેમની કુળદેવી યાહ મોગીના દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.તેમની સાથે જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, મહામંત્રી યુનુસ પટેલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ચૈતર વસાવાએ જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું ફોર્મ આપી શપથ લઈને પોતાની દાવેદારી નોધાવી હતી.

Related Articles

Back to top button