કચ્છગુજરાત

કચ્છના દરિયાકાંઠે ફરીથી ચરસના 10 અને હેરોઈનનું 1 બિનવારસી પેકેટ મળી આવ્યું

ઉડતા ગુજરાત...

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો બંધ થઈ રહ્યો નથી. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર જખૌના બંદરથી 11 કિલોમીટર દૂર ચરચના 10 પેકેટ અને હેરોઈનનું 1 પેકેટ મળી આવ્યું છે. BSFની ટીમને બીચ પરથી માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. બિનવારસી હાલતમાં મળી આવેલા આ પેકેટને જપ્ત કરવામાં આવ્યા હતા.

એક પેકેટ 1 કિલો વજનનું
14 ઑગસ્ટ 2023ના રોજ, BSFએ ભુજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન જપ્ત કર્યા હતા. ચરસના 10 પેકેટમાં ‘ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી’નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું. થોડા મીટર દૂર એક સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલું હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતું.

અત્યાર સુધીમાં 50 ચરસના પેકેટ મળ્યા
એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધીમાં જખૌ કિનારેથી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 09 પેકેટ ઝડપાયા છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેકેટ સીમા પારથી સમુદ્રની લહેરોમાં તણાઈને કચ્છ સુધી પહોંચ્યા હોવાનું તારણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button