નર્મદાભરૂચરાજનીતિ

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા બીજેપીમાં જવાથી નવા સંગઠન અને રાજકીય પાર્ટી લોન્ચ થવાની જાહેરાત

સંવૈધાનિક અધિકારો બાબતે બીટીપી મર્જ થતાં નવા સંગઠનની તાતી જરૂરીયાત ...છોટુભાઈ વસાવા

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ડેડીયાપાડા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા બીજેપીમાં સામેલ થતાં બીટીપી પાર્ટી મર્જ થતી ગણી સંવૈધાનિક અધિકારો અને અન્ય સમાજના પ્રશ્નો અન્ય રાજકીય પાર્ટીઓના એજન્ટામાં ન હોવાથી નવા સંગઠનનું પુર્નગઠન અને રાજકીય પાર્ટી લોન્ચ કરવા અંગે ધારોલી ખાતે છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી.અને ટુંક સમયમાં સંમેલન કરી નવા સમિકરણોની જાહેરાત કરવાની ખાતરી આપી હતી.

તા.૧ લી એપ્રીલ ૨૦૨૪ ના રોજ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની મુલાકાત બાદ ટુંક સમયમાં બીજેપીનો ખેચ ધારણ કરવાની જાહેરાત કરતા સ્તબ્ધ થયેલાં છોટુભાઈ વસાવાએ તાત્કાલીક ધારોલી ખાતે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું.કે,હુ છેલ્લાં ૬૦ વર્ષોથી અડીખમ રહી પછાતોના અધિકારો માટે લડત ચલાવુ છું.અને તે દરમ્યાન ઘણાં ચડ- ઉતારનો સામનો કર્યો છે.મારી જગ્યાએ કોઈ હોત તો હાર્ટ ફૈલ થઈ જાત .કેમકે સંવિધાન લાગુ થયાને ૭૫ વર્ષ ઉપર થઈ ગયાં છતાં આઝાદી બાદની સરકારો સંવૈધાનિક અધિકારોની અમલ બજાવણી બાબતે ફૈલ થયેલ છે.જેના કારણે અસમાનતા,આરોગ્ય,શિક્ષણ, કુપોષણ ,બેરોજગારી અને ગરીબી નિર્માણ પામેલ છે .તે કારણે નવા સંગઠન અને નવી રાજકીય પાર્ટીની તાતી જરૂરીયાત રહેશે .તેથી બીટીપી મર્જ થતાં તેનું ટુંક સમયમાં લોન્ચ કરવામાં આવશે .જે સમાજને નવીદીશા આપશે .

વધુમાં બીટીપીના કેટલાંક સમાજચિંતકો બીટીપી મર્જ થતાં આગળની રણનિતી શું રહેશે.તેની ચિંતામાં રહેતાં આજે છોટુભાઈ વસાવાએ નવા સંગઠન અને રાજકીય પાર્ટી વિકલ્પ રૂપે જાહેરાત કરવાની ખાતરી આપતાં કાર્યરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.તે ભવિષ્યમાં કિંગ મેકર સાબિત થશે .ઘણાં લાંબા સમયથી મહેશભાઈ વસાવા નિષ્ક્રીય જણાતાં કાર્યકરો તરહ તરહના તર્ક-વિતર્ક કરતાં હતાં .તેનો અંત આજની મિટીંગના અંતે આવ્યો હતો . આજની મિટીંગમાં છોટુભાઈ વસાવા ઉપરાંત દિલીપભાઈ છોટુભાઈ વસાવા તથા ભરૂચ,નર્મદા અને તાપી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button