જુનિયર દ્વારા સિ. ફાર્માસિસ્ટની જગ્યા પર કામ લેતાં ફરિયાદ
તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
તાપી જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના તાપી જિલ્લા મેલેરિયા વિભાગમાં સિનિયર ફાર્માસિસ્ટની જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટને આરોગ્ય અધિકારી દ્વારા ચાર્જ આપવામાં આવ્યો છે. જે યોગ્ય ન હોવાનું જણાવી આ બાબતે યોગ્ય તપાસ કરવા લેખિત માં કલેકટર ને માંગ કરી હતી.
વ્યારા પાનવાડી વિસ્તારમાં રહેતા યાકુબ ગામીતે કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ હસ્તક માં ચાલતી કેટલીક ગેરરીતિ બાબતે આક્ષેપ કર્યો હતો. તેમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવની માંગ કરી હતી. તાપી જિલ્લોએ મહત્વનો જિલ્લો છે અને આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. ત્યારે જિલ્લાના મહત્વની આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારોનો ચાર્જ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે. તો એ બાબતે સરકાર ના આરોગ્ય શાખા માં રજૂઆત કરી રેગ્યુલર અધિકારી ની નિમણુંક કરાવો એવી માંગ છે.તાપી જિલ્લા મેલેરિયા વિભાગ માં સિનિયર ફાર્માસિસ્ટ ની જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટ ને હાલ ના આરોગ્ય અધિકારી દ્વારા ચાર્જ અપાતા છે જે યોગ્ય નથી જે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી છે.જુનિયર ફાર્માસિસ્ટ ને વર્ષો નો અનુભવ નહિ હોવાના કારણે જિલ્લા મેલેરિયા વિભાગ ની કામગીરી પર અસર પડી રહી હોઈ એવું અનુમાન છે,જિલ્લા મા અન્ય સિનિયર ફાર્માસિસ્ટ હોવા છતાં જુનિયર ને ચાર્જ આપી કામગીરી કરાવવા માં આવી રહી છે એ ચોગ્ય નથી એ અંગે તપાસ કરાવશો એવી માંગણી છે.