નવસારી

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રેરિત ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્રારા રાષ્ટ્રીય મહિલા ખેડૂત દિવસની ઉલ્લાસભેર ઉજવણી

૧૫ ઓક્ટોબરએ મહિલા ખેડૂતના નામે છે. ભારતમાં આ દિવસને મહિલા ખેડૂત દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો આ દિવસ આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મળતી માહિતી મુજબ તારીખ ૧૭ ઓક્ટોબર,૨૦૨૩ના રોજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રેરિત ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્વારા મહિલા ખેડૂત દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ દિવસે મહિલા ખેડૂતોનું ખેતીમાં યોગદાન અને મહત્વને બિરદાવવા ઉજાસ મહિલા ખેડૂત સંગઠનના મહિલા ખેડૂતો કાવડેજ ડેરી હોલ ખાતે ખેડૂત દિવસની ઉજવણી પ્રોગ્રામનું આયોજન થયું હતું.

આ બાબતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના એરિયા મેનેજર અનિક્ષા ગામીત દ્વ્રારા આ વર્ષ મહિલા ખેડૂત દિવસ ખાસ કેમ છે, તે જણાવતા કહ્યું કે, પૂરી દુનિયા આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ ઉજવી રહ્યું છે. તેમની સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વ્રારા ધાન્ય પાકોની ઉત્પાદન વધારવાના ઉદેશ્યને સમર્થિત છે. તેમજ ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક આબોહવામાં હકલા ધાન્યોની ખેતી સરળતાથી થઈ શકે છે જે જમીન અને પરિવારોના સ્વસ્થીય જાળવવામાં મદદરૂપ થાય છે.

જેમાં પ્રગતિશીલ મહિલા ખેડૂત વઘઈ તાલુકામાંથી ભારતીબેન અને ઉજાસ મહિલા ખેડૂતના કમિટી સભ્યોની ઉપસ્થિત રહી સહભાગી મહિલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. હલકા ધાન્યોની ખેતી એ ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને આબોહવાનું પણ એક જૈવિવીધતાનું પાસું છે. જેમણે ધાન્યોની પ્રકૃતિ ખેતી દ્વારા આજીવિકાની તકો અંગે તેમના અનુભવો જણાવ્યા હતા. ઉપસ્થિતિ મહમાનોએ મહિલા ખેડૂતોને પ્રોત્સાહન આપતા કહ્યું કે મહિલા ખેડૂતો અનાજ ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમજ જૈવિવીધતા જાળવી રાખવામાં પણ તેઓ મોટું યોગદાન રહ્યું છે. હલકા ધાન્યોની ખેતી એ ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને આબોહવા નું પણ એક જૈવિવીધતાનું પાસું છે. ડાંગ જીલ્લાના વઘઈ તાલુકાના ભારતીબેન કે જેઓ પ્રગતિશીલ ખેડૂત છે જેમણે ધાન્યોની પ્રકૃતિ ખેતી દ્વારા આજીવિકાની તકો અંગે તેમના અનુભવો જણાવ્યા હતા. આમ,આ આ મહિલા દિવસની ઉજવણી અંતે વાંસદા ખેરગામ અને ચીખલી તાલુકાના ૨૦૦ કરતા વધુ મહિલા ખેડુંતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહિલાઓએ સમાજમાં ઉભા થતા ગંભીર મુદ્દાઓ જેમ કે ટકવા ખેતી, ઘરેલું હિંસા, વ્યાસન મુક્તિ વિષે નાટક દ્વારા માહિતી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button