ગુજરાતદક્ષિણ ગુજરાતનર્મદારાજનીતિરાજ્ય

ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ-UCCનો વિરોધ દર્શાવ્યો

સંસાદ મનસુખ વસાવાના ભાજપના આવકારને ઠુકરાવ્યો

ભાજપ સરકાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ-UCC લાગુ કરવા જઈ રહી છે એવી વાતો વહેતી થઈ છે. ત્યારે દેશ ભરમાં અનેક બુધ્ધિજીવીઓ દ્વારા તેનો અનેક રીતે વાતની વાતેસર કરી વિરોધ કરી રહ્યા છે. આદિવાસી સમાજ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં રાષ્ટ્ર વ્યાપી લડત લડવા તૈયાર થયા છે. રાજપીપળામાં થયેલી રાજ્યના વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓની બેઠકમાં પણ દિલ્હી વિરોધ નોંધાવવાની વાત થઇ જેને પગલે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક થઇ લડવાની વાત કરી. સ્થાનિક આદિવાસી આગેવાનોની વાત દિલ્હી સુધી પહોંચાડવાની વાત કરી યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઇને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.

AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. સંદિપ પાઠક સાથે ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી આગેવાનોની દિલ્હી ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ અને ડૉ. સંદિપ પાઠક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલી છે. યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજને નુકસાન થવાનું છે. આદિવાસી સમાજને UCCમાંથી બાકાત રાખવાની માંગણી સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા દેશના દરેક રાજ્યોમાં મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવશે. આ બાબતે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે.

બીજી બાજુ ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વડોદરા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે,  જો ધારાસભ્ય ચૈતર વસાવા ‘આપ’માંથી રાજીનામું આપે તો ભાજપમાં લેશો. ત્યારે સાંસદે કહ્યું કે, જો ભાજપમાં આવવા માગે તો વેલકમની વાત કરતા પુનઃ રાજકારણ ગરમાયુ છે.

સાંસદના વેલકમ સામે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા અપાતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી UCCના સમર્થનમાં નથી. તેમજ UCCને લઈ આગામી દિવસોમાં AAP તાલુકા કક્ષાએ વિરોધ કરશે. સાથે સાંસદ પર નિશાન ટાંકતા કહ્યું કે, જે પાર્ટી આ UCC કોડ લાગુ કરે છે તેના સાંસદ છે તો વિરોધ કરે અને જો ના થાય તો રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના તમામ આદિવાસી નેતાઓએ UCCનો વિરોધ કરવો જોઈએ નહીંતો રાજીનામું આપી દેવાની વાત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button