દેશવિશ્વ

ISRO એ કહ્યું 5 ઓગસ્ટ 2023નો દિવસ ખુબ જ મહત્વપુર્ણ

ચંદ્રયાન 3 મિશનના પડકાર પણ ઘણા

Chandrayaan-3 માટે 5 ઓગસ્ટ 2023નો દિવસ ખુબ જ ખાસ છે. ચંદ્રમા કાલે ચંદ્રની ઓર્બિટને પકડવાનો પ્રયાસ કરશે. આ સ્ટોરી લખતા સમય સુધી ચંદ્રનું અંતર આશરે 40 હજાર કિલોમીટર હતું. તે સ્વસ્થય છે પરંતું ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ચંદ્રયાન-3 માટે આજનો દિવસ ખુબ જ જરૂરી છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ચંદ્રયાન-3 ને ચંદ્રમાના ઓર્બિટમાં પહોંચાડવામાં સફળ રહેશે. 5 ઓગસ્ટની સાંજે આશરે 7 વાગ્યા આસપાસ તે લૂનર ઓર્બિટ ઇન્જેક્શન કરાવવામાં આવશે. એટલે કે ચંદ્રના પ્રથમ ઓર્બિટમાં તેને પહોંચાડવામાં આવશે.

6 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે આસપાસ તે ચંદ્રના બીજા ઓર્બિટમાં પ્રવેશસે. 9 ઓગસ્ટે બપોરે પોણા બે વાગ્યા આસપાસ ત્રીજા ઓર્બિટમાં મૈન્યુવરિંગ થસે. 14 ઓગસ્ટે બપોરે 12 વાગ્યા આસપાસ ચોથા અને 16 ઓગસ્ટે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ પાંચમા લુનર ઓર્બિટમાં ઇજેક્શન થશે. 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.

17 ઓગસ્ટ 2023 પણ રહેશે ખુબ જ ખાસ
17 ઓગસ્ટે જ ચંદ્રયાદનને 100 કિલોમીટર ઉંચાઇની ગોળાકાર કક્ષામાં નાખવામાં આવશે. 18 અને 20 ઓગસ્ટે ડીઓર્બિટિંગ થશે. ચંદ્રના ઓર્બિટનું અંતર ઘટાડવામાં આવશે. લેંડર મોડ્યુલ 100*30 કિલોમીટર ઓર્બિટમાં જશે. ત્યાર બાદ 23 ની સાંજે 5.47 મિનિટે ચંદ્રયાનના લેન્ડિંગ કરાવાશે. જો કે હાલ 19 દિવસની યાત્રા બાકી છે. ચંદ્રયાનની સામે કેટલીક સમસ્યાઓ આવી શકે છે.

રેડિએશન, ગર્મી, અંતરિક્ષના ઘુળથી બચાવે છે કવચ
ચંદ્રયાન-3 ની ચારે તરફ સુરક્ષા કવચ લગાવાયું છે. જે અંતરિક્ષમાં પ્રકાશની ગતિના કારણે સબએટોમિક કણોથી બચાવે છે. આ કણોને રેડિએશન કહે છે. એક કણ જ્યારે સેટેલાઇટ સાથે ટકરાય છે ત્યારે તે ટુટે છે. તેના નિકળનારા કણો સેકન્ડરી રેડિએશન પેદા કરે છે. તેના કારણે સેટેલાઇટ અથવા સ્પેસક્રાફ્ટના શરીર પર અસર પડે છે.

સૂર્યથી નિકળનારા ચાર્જ્ડ પાર્ટિકલ્સ સ્પેસક્રાફ્ટને ખરાબ અથવા ખતમ કરી શકે છે. ઝડપી જિયોમેગ્નેટિક તોફાનથી સ્પેસક્રાફ્ટને નુકસાન પહોંચે છે. જો કે ચંદ્રયાન-3 ને સુરક્ષીત બનાવાયું છે. તેની ચારે તરફ ખાસ પ્રકારનું કવચ લગાવવામાં આવ્યું છે. જે ચંદ્રયાનનું રક્ષણ કરે છે. અંતરિક્ષની ધુળ એટલે કે સ્પેસ ડસ્ટ તેને કોસ્મેટિક ડસ્ટ પણ કહે છે. આ સ્પેસક્રાફ્ટ સાથે ટકરાયા બાદ પ્લાઝમાંમાં પરિવર્તિત થઇ જાય છે. એવું તેજ ગતિએ થતી ટક્કરના કારણે થાય છે. જેના કારણે અંતરિક્ષયાન ખરાબ પણ થઇ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button