ઉમરપાડા

ઉમરપાડાનાં ચવડા ગામે જૂની અદાવતમાં યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે જૂની અદાવત રાખી યુવકને લાકડીના સપાટા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે ઉમરપાડા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરૂધ ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી (રહે જૂના ચવડા ગામ, તા.ઉમરપાડા) કોમ્પ્યુટર પ્રોફેશનનો ધંધો કરી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ફરિયાદી દુધ મંડળીએ હાજર હતા, જે દરમ્યાન બીજેન્દ્રભાઈ ત્યાં આવી જણાવેલ કે તે મારી ફરીયાદ જિલ્લા રજીસ્ટરમાં કેમ કરી છે. જેવુ જણાવતાં ફરિયાદીએ જણાવેલ કે તમારી વિરૂદ્ધ જિલ્લા ૨જીસ્ટરમાં કરેલ ફરીયાદ એકલાએ નથી કરી પરંતુ આપણી દૂધ મંડળીનાં કમીટી સભ્યોએ ભેગા થઇ કરી છે. એવું જણાવતાં બીજેન્દ્રભાઇ ઉશ્કેરાય જઇ ફરિયાદીને લાકડીનાં સપાટા વડે માર મારી જાનથી મારી નાંખવીની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જોકે ત્યાર બાદ ફરિયાદી દ્વારા સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે (1) બીજેન્દ્ર કુંવરજીભાઈ વસાવા, (2) કિશન બીજેન્દ્રભાઈ વસાવા, (3) સુરતાબેન બીજેન્દ્રભાઇ વસાવા ઉપરોક્ત તમામ (રહે ચવડા ગામ, તા.ઉમરપાડા) વિરૂધ્ધ 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button