દેશરમતગમત

MS ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સનું સુકાની પદ છોડ્યું, આ ખેલાડી બન્યો કેપ્ટન

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમનો કેપ્ટન

તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમનો ચોથા કેપ્ટન હશે. ધોની સિવાય આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

2022માં રવિન્દ્ર જાડેજા કેપ્ટન 

IPL 2022માં પણ ચેન્નાઈની ટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારબાદ જાડેજાના સ્થાને ધોનીએ સિઝનની વચ્ચે જ ફરીથી કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળવી પડી હતી.

ધોનીની કેપ્ટનશિપમાં 5 વખત ચેન્નાઈ ચેમ્પિયન

42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે આઈપીએલમાં હજુ પણ રમે છે. તેમની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ચેમ્પિયન બની છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

ધોની કરતા ગાયવાડની ફી છે અડધી

ગાયકવાડે 2020ની સિઝનમાં IPLમાં ડેબ્યું કર્યું હતું. ત્યારથી તે IPLમાં 52 મેચ રમી ચૂક્યા છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી ગાયકવાડને એક સિઝન માટે 6 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રીતે આઈપીએલમાં ગાયકવાડની ફી ધોની કરતા અડધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button