દેશરાજનીતિ

મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરુ, INDIA ગઠબંધન માટે ‘સેમીફાઈનલ’

છત્તીસગઢમાં વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન, મિઝોરમમાં 40 સીટો પર મતદાન

છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય  રાજસ્થાન અને તેલંગાણામાં પણ આજ મહિનામાં મતદાન થવાનું છે તે સિવાય છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ મતદાન કાર્યક્રમ યોજાશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની આ ચૂંટણી સરકાર અને વિપક્ષી મહાગઠબંધન માટે લીટમસ ટેસ્ટ સાબિત થઇ શકે છે.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

આ બેઠકો હોટ ફેવરીટ 

  • નારાયણપુરથી ભાજપના ઉમેદવાર કેદાર કશ્યપ સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદન કશ્યપ
  • બીજાપુરથી ભાજપના ઉમેદવાર મહેશ ગગડા સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માંડવી
  • અંતાગઢથી ભાજપના ઉમેદવાર વિક્રમ યુસેન્ડીની સામે કોંગ્રેસના ઉમેદવાર રૂપ સિંહ પોટાઈ
  • દંતેવાડાથી ભાજપના ઉમેદવાર ચેતરામ અરામી સામે કોંગ્રેસના ઉમેદવાર છવિેન્દ્ર મહેન્દ્ર કર્મા

મિઝોરમમાં 40 સીટો પર મતદાન 

મિઝોરમમાં 40 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં આજે મતદાન શરુ છે તે પહેલા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સરકારી અધિકારીઓએ મતદાન કર્યું. સરકારી અધિકારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું, તો વિકલાંગ લોકો અને વૃદ્ધને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. 5,306 વૃદ્ધ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ (PWD) અને સરકારી અધિકારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button