તાપી

CISFમાં નોકરી કરતા યુવાનની પત્ની સાથે પુત્રીની નજર સામે જ વ્યક્તિએ કર્યું આવું કામ કે લોકો અચંબામાં રહી ગયા

  • CISFમાં નોકરી કરતા યુવાનની પત્નીનો પુત્રીની નજર સામે છેડતીનો પ્રયાસ
  • નિઝરના બોરદાનો સંદીપ નોકરીને કારણે છત્તીસગઢ રહે છે
  • એકલતાનો લાભ લઈ યુવક ઘરમાં ઘૂસી આવ્યો ને મહિલાનો હાથ પકડી લીધો

છત્તીસગઢના CISFના જવાનની પત્નીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી આવેલા શખ્સે પોતાની ૧ વર્ષની નાની દીકરીને ભોજન પીરસતી વેળાએ બંધ દરવાજો ખોલી ઘરમાં ઘૂસી છેડતીનો પ્રયાસ કરતાં નિઝર પોલીસે (Police) આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, નિઝરના બોરદા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંદીપભાઇ પ્રતાપભાઇ વળવીની પુત્રી (ઉં.વ.૨૯)નો પતિ છત્તીસગઢમાં CISFમાં નોકરી કરે છે. પોતાની એક વર્ષની દીકરી સાથે ઘરે એકલી રહેતી હોવાથી ગત તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ ઘરમાં દીકરીને જમાડતી હતી, એ વેળા રાતના આશરે ૧૦ વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખોલી એક ઇસમ ઘરમાં ઘૂસી આવ્યો હતો. હાથ પકડી તું મારી સાથે આવવાની છે કેમ અને તું મારી સાથે નહીં આવે તો હું તને જાનથી મારી નાંખીશ તેમ કહેતાં આ ઇસમને મહિલાએ ધક્કો માર્યો હતો.

ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા જયસિંગ વળવી પોતાના ઘરેથી બહાર નીકળી શું થયું તેમ પૂછવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ કરતાં તેણે આ ઇસમનું નામ હિતેન્દ્ર પ્રવીણ પાડવી (રહે.,બોરદા, ટાંકી ફળિયું, નિઝર)નો હોવાનું જણાવ્યું હતું. જવાનની પત્નીએ સાસુ-સસરા નજીકમાં જ રહેતા હોવાથી આ ઘટનાની તેમને અને પોતાના પતિને ટેલિફોનિક જાણ કરી છેડતી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button