ડાંગ

મહિલા સરપંચનાં બદલે તેમના પતિ દ્વારા વહીવટ કરે અને સરકાર આંખ આડા કાન કરે તેવો બનાવ

આહવાના ડોન ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં જોવા મળ્યો

  • મહિલા સરપંચ પતિઓનું વહીવટી તંત્રમાં વધતું જતું વર્ચસ્વ 
  • તંત્રને બધી ખબર હોવા છતાં તંત્રના આંખ આડે કાન 
  • તંત્ર દ્વારા જ સરપંચ પતિઓને મહત્વ અપાતું હોવાનો દાવો 
  • મહિલા અનામતનો ખોટો લાભ ઉઠાવતા તંત્ર અને પુરુષ રાજ નેતાઓ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ડોન ગ્રામ પંચાયતમાં 2જી ઓક્ટોબર 2023ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ તથા વોર્ડનાં સભ્યો ગેરહાજર રહેવા બાબતે મહિલા સરપંચ પતિ તથા તેનો પુત્ર અને સભ્યો વચ્ચે મારામારી થઈ હતી તેમજ એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

આહવા તાલુકાની ડોન ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચનાં બદલે પતિ રમેશભાઈ ચૌધરી તથા તેમનો પુત્ર અજય રમેશ ચૌધરી હાજર રહ્યાં હતા.  તેમજ સભ્ય જયેશ સખારામ ગાયકવાડ અને કલ્પેશ જેજીરામ ગાયકવાડ હાજર રહ્યાં હતા. અહીં જયેશ ગાયકવાડે રજૂઆત કરી હતી કે સરપંચ તથા વોર્ડના સભ્યો ગેરહાજર છે, જે બાદ મહિલા સરપંચ પતિ તથા તેમનો દીકરો ઉશ્કેરાઈ ગયા હતા અને બન્ને પક્ષ વચ્ચે મારામારીના દ્રશ્ય સર્જાયા હતા તેમજ એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંને પક્ષોએ આહવા પોલીસ મથકમાં સામસામે ગુનો નોંધાવ્યો હતો. હાલમાં આહવા પોલીસની ટીમે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button