સુરત

સુરત જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ 27મીએ આયોજન

તા.28મીના રોજ સુરત જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ ડિસેમ્બર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 27મીએ અને તા.28મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.27મીના રોજ સવારે 11:00 વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.

ડીડીઓ મહુવામાં તથા સુરત ગ્રામ્ય‍ના પોલીસ અધિક્ષક કામરેજ તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. 27મીના રોજ સવારે 11.00 વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે.

જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારી, ઓલપાડ તાલુકામાં ના. કલેકટર ઓલપાડ પ્રાંત, બારડોલી તાલુકામાં ના. કલેકટર બારડોલી પ્રાંત, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ કલેક્ટર માંડવી પ્રાંત અધિકારી, ચોર્યાસી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહુવા તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, માંગરોળ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ઉમરપા ડા તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨ સુરતના અધિકારી હાજર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button