દેશરાજનીતિ

‘CLICK HERE’ શું છે? X નું વાયરલ ફીચર શા માટે ટ્રેન્ડ થઇ રહ્યું છે ?

‘Click Here’ trend : શનિવાર સાંજથી, X એક સાદો ફોટો દર્શાવતી હજારો પોસ્ટ્સથી ભરાઈ ગયું છે. એક સાદા સફેદ બેકગ્રાઉન્ડમાં ઘાટા કાળા ફોન્ટમાં “Click Here” વાક્ય સાથે ત્રાંસા નીચે તરફ પોઇન્ટિંગ એરો સાથે દર્શાવવામાં આવ્યું છે. આ નવા ફિચરે બધા યુઝરને આશ્ચર્યમાં મુક્યા છે અને કહ્યું છે કે આ બધું શું છે? આ ફીચરને કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે.

“Click Here” શું છે?

ત્રાંસા નીચે તરફનું તીર ડાબી બાજુએ, “અલ્ટ ટેક્સ્ટ” અથવા વૈકલ્પિક ટેક્સ્ટ, વિભાગ તરફ નિર્દેશ કરે છે. આ સુવિધા યુઝરને પ્લેટફોર્મ પર અપલોડ કરેલા ફોટામાં ડિસ્ક્રિપશન ઉમેરવામાં મદદ કરે છે. આ ફીચર દૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત લોકોને ટેક્સ્ટ-ટુ-સ્પીચ રેકગ્નિશન અને બ્રેઈલ ભાષાની મદદથી ઈમેજ સમજવામાં મદદ કરી શકે છે. વૈકલ્પિક ટેક્સ્ટ સુવિધાના ભાગ રૂપે પિક્ચર ડિસ્ક્રિપશન 420 અક્ષરો સુધીનું હોઈ શકે છે.

2016 માં X પર વૈકલ્પિક ટેક્સ્ટ સુવિધા રજૂ કરવામાં આવી હતી

“…અમે દરેકને એ સુનિશ્ચિત કરવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ કે Twitter પર શેર કરેલી સામગ્રી શક્ય તેટલા બહોળા પ્રેક્ષકો સુધી પહોંચે,” સોશિયલ મીડિયા દિગ્ગજે આઠ વર્ષ પહેલાં લોન્ચ દરમિયાન આ વાત કહી હતી.

X યુઝરે “Click Here” પર કેવી પ્રતિક્રિયા આપી

X પર કાર્યરત દરેક રાજકારણીઓથી લઇ અને સામાન્ય માણસ સુધી દરેકને પ્રશ્ન હતો કે આ “Click Here” વલણ શું છે.સૌને આ ફીચર જોઈ આશ્ચર્ય થતો હતો.

આમ આદમી પાર્ટી (AAP), તે દરમિયાન, તેની “Click Here” પોસ્ટમાં 31 માર્ચ, રવિવારના રોજ નિર્ધારિત તેની મેગા રેલી પર એક સંદેશ મુક્યો હતો જેમાં વધુ કઈ ટેક્સ્ટ ઉમેરવામાં આવ્યા નથી.

“દેશને બચાવવા માટે 31 માર્ચે રામલીલા મેદાનમાં આવો,” પાર્ટીએ દિલ્હીમાં પોસ્ટના તત્કાલીન અલ્ટ ટેક્સ્ટ વિભાગમાં લખ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button