ગુજરાતરાજનીતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું

ગુજરાત ભાજપમાં નવાજૂનીનાં એંધાણ

  • ગુજરાત ભાજપના અનેક આંતરિક ડખા સપાટી પર આવતાં હાઈકમાન્ડે મામલો હાથમાં લીધો લાગે છે
  • મોદી બે દિવસ ગુજરાતમાં રોકાઈને હજુ ગઈકાલે તો દિલ્હી ગયા

હજુ હમણાં તો પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં રોકાણ કરીને ગયા છે, ત્યાં આજે દિલ્હી દરબારનું તેડું આવતા સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી પહોચ્યા છે. મુખ્યમંત્રી નવી દિલ્હીમાં પીએમ મોદીને મળે તેવી સંભાવના છે.

એક વાત સત્ય છે કે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતનો મામલો હાથ પર લીધો છે, તેને નકારી નહીં શકાય. અગાઉ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક થઈ હતી. જ્યારે સીએમના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથનને પણ દિલ્હી બોલાવાયા હતા. આ ઉપરાંત ભાજપ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને પણ તેડું આવ્યુ હતું. તે પછી પહેલા જ નોરતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમીત શાહે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા સી.આર.પાટીલ સાથે સાડા પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. ગઈકાલે જ પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત બાદ પરત ગયા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી તેડું આવ્યું છે. દિલ્હી મુલાકાતનું ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપનું આંતરિક રાજકારણ પણ સપાટી પર આવ્યું છે. બીજી તરફ કેન્દ્રિય નેતાગીરીની ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button