તાપી

બોલો ભાઈ; હવે શું કહેવું! હવે તો CMOથી આવ્યા તપાસના આદેશ, હવે તો તસ્દી લો!

વ્યારા પાલિકા પુર્વ પ્રમુખ, કારોબારી અધ્યક્ષના ભ્રષ્ટાચારના કેસનું ખૂલ્યું નવું પ્રકરણ

વ્યારાનગરમાં નગર સેવક અને રાજ્ય સેવક દ્વારા એકબીજાના મેળાપીપળામાં સરકાર તેમજ આમજનતાના નાણાંમાં ગેરરીતિ આચરતા અને અધિકારી તેમને છાવરતા હોવા બાબત વ્યારાના જાગૃત નાગરિક નિતુલભાઈ ગામિત દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

તા. 22.6.23ના રીજનલ મ્યુનિસિપલ કમિશનર સંબોધીને વ્યારા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ અને તત્કાલીન કારોબારી અધ્યક્ષ તેમજ નગરપાલિકાના જવાબદાર અધિકારી એકબીજાના મેળાપીપળામાં સરકાર તેમજ આમજનતા ના નાણાંનો દુર્વ્યવ્યવ કરી અંગત લાભ મેળવતા હોય તે બાબતની જરુરી દસ્તાવેજી પુરાવાઓ સાથે લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ જે બાબતે રીજનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી ના થતા નારાજ અરજદારે મુખ્યમંત્રી કાર્યાલયને રજુઆત કરી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયના તપાસના આદેશ બાદ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે. વ્યારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજકીય વગ ધરાવતા હોય અધિકારી સાથે મળીને ફરિયાદને રફે દફે કરી દેવામાં આક્ષેપ થતા અરજદારની લાગણી સાથે મુખ્યમંત્રી કાર્યાલયને કરેલ ફરિયાદના પડઘા લોકસભાની ચૂંટણીઓ ટાણે વાગતા જ વ્યારા નગરપાલિકામાં સોંપો પડી ગયો છે.

અરજદારના આક્ષેપ પ્રમાણે વ્યારા નગરપાલિકા કચેરીમાં રાજ્યસેવક અને નગરસેવક એકબીજાના મેળાપીપણામાં સરકારી નાણાં તેમજ આમજનતા ના કરના નાણાં નો દુર્વ્યય કરી સરકારી તિજોરીને ખાલી કરી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપ સામે આજદિન સુધી સત્તાવાર કોઈ ખુલાસા નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યા. ગુજરાત સરકાર સામાન્ય પ્રજાના વિકાસ કરવા તેમજ વધુમાં વધુ સરકારી યોજનાથી લાભાવંતીત કરવા ઉત્સુક છે.અરજદાર નિતુલ ગામિતની ફરિયાદ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસના આદેશ અપાયા છે.ત્યારે હવે જોવાનું તે રહે છે કે સમગ્ર પ્રકરણમાં નીષ્પક્ષ તપાસ થશે તે બાબત ઉપર સંપુર્ણ નગરજનોની મીટ મંડાયેલી છે. વ્યારા નગરપાલિકામાં વિપક્ષની ભુમિકામાં વ્યારા નગર સંમતિનુ જુથ દિવસે ને દિવસે મજબૂત બનવાની સાથે પ્રજા સાથે જોડાઈ વિપક્ષની ભુમિકામાં આવી રહ્યું છે.

Related Articles

Back to top button