નવસારી

કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની” ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ

આજના સમયમાં રાષ્ટ્ર અને સમાજમાં મહિલાઓ પુરુષો જેટલી જ સક્ષમ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે અને સમાજના વિકાસમાં યોગદાન આપી રહી છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો, સમાજમાં પુરુષોને સમાન સન્માન અને સમાન કામની તકો પ્રદાન કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ (Inspire Inclusion) રાખવામાં આવી છે. આનો અર્થ છે એક એવી દુનિયા જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે.

8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નિમિતે નવસારી જિલ્લાના, વાંસદા તાલુકાના કાવડેજ ખાતે 7 માર્ચ 2024ના રોજ મહિલા દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ (અનિક્ષા ગામીત અને ટીમ તેમજ સંસ્થા સ્મર્થિત ઉજાસ મહિલા ખેડૂત સંગઠન) દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાગ્તિશિલ મહિલા ખેડૂત ઉષાબેન વસવા કે જેમને રાષ્ટ્રીય સ્તરેથી નારી શક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં અવ્યા છે એ, તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રતિનિધિ અસ્મિતાબેન ગાંધી, કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના ડાયરેક્ટર હિરલબેન દવે, ઉજાસ મહિલા ખેડૂત સંગઠનની લીડર મહિલા ખેડૂતો મહેમાન તરિકે ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ. ઉષાબેન વસવાએ પોતની સંઘર્ષ અને સફળતાઓની સફર થકી મહિલાઓને પ્રોત્સહિત કર્યા હતા જેમ ઉપસ્થ્તિત  મહિલાઓ ખૂબ પ્રોત્સાહન મળ્યું હતુ. અસ્મિતાબેન દ્વારા મહિલાઓને લાગતી સરકારની વિવિધ યોજનાઓની મહિતિ આપી હતી, અનિક્ષાબેન દ્વારા મહિલા દિવસ અંગે જણાવી મહિલાઓમાં એકતા અને સંગઠન વિશે વાત કરી ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ઉજસ મહિલા ખેડૂત સંગઠનના પ્રમુખ નિરલબેનએ તેમના સંગઠનનો પરીચય કરાવ્યો હતો તેમજ અલગ અલગ ગમોના મહિલઓએ, નારી શક્તિને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કર્યાક્રામો પણ રજૂ કર્યા હતા.

આમ ઉજાસ મહિલા ખેડૂત સંગઠનના અસરે ૫૦૦થી પણ વધુ બહેનોએ મહિલાઓએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પરંપરા ગીતો અને નૃત્ય સાથે પોતાના એક મહિલા હોવાના અસ્તિવને ગૌરવ સાથે આ દિવસની ઉજવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button