માંડવી

એસટી અમારી સલામત સવારીની વાતો કરનાર એસટી વિભાગ બસ સ્ટેન્ડ પર તૂટેલા હોડીંગ દૂર કરી મુસાફરોના માથે લટકતા જોખમને સુરક્ષિત કરવામાં આવે તેવી લોક માંગ

હાલમાં વાતાવરણમાં બદલાવ આવતા ભારે પવન ફુંકાય તો જાનહાનિની પણ શક્યતા

માંડવી વિસ્તારમાં તાજેતરમાં ભારે પવનના કારણોસર ઠેર ઠેર હોર્ડિંગ પડવાની ઘટનાઓ સામે આવી છે જેમાં મુસાફરોથી ધમધમતા માંડવી બસ સ્ટેન્ડ ના તૂટેલા હોડિંગ મુસાફરો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.

માંડવીના રસ્તા પરના નાના મોટા જાહેરાતના હોર્ડિંગ પડ્યાની ઘટના બની છે પરંતુ જાનહાનીના બનાવ બન્યા નથી આવનારા દિવસોમાં ચોમાસાની ઋતુ સામે આવી રહી છે પવનના જોર વધી શકે એની સંભાવના વરતાઈ રહી છે જેના પગલે તૂટેલા હોડીંગ જોખમ ઉભુ કરી શકે તેમ છે.

જેમાં માંડવી બસ સ્ટેન્ડમાં દિવસ દરમિયાન અસંખ્ય મુસાફરોની અવર જવર રહે છે . સામાન્ય વાવાઝોડામાં પણ આ તૂટેલા હોર્ડિંગ મુસાફરો માટે જોખમ રૂપ સાબિત થાય તેવી સ્થિતિમાં લટકતા ટકી રહેલા જ છે ત્યારે એસટી અમારી સલામત સવારીની વાતો કરનાર એસટી વિભાગ બસ સ્ટેન્ડ પર તૂટેલા હોડીંગ દૂર કરી મુસાફરોના માથે લટકતા જોખમને સુરક્ષિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Related Articles

Back to top button