સુરત

સુરત જિલ્લાના ડ્રાઇવરો હડતાળ સમેટી કામ પર પરત ફર્યા

આયુષ ઓકે ટ્રાન્સપોર્ટસ એસોસિએશન સાથે કલેક્ટરની બેઠક

કેન્દ્ર સરકારે ટ્રક ચાલકો માટે બનાવેલા નવા હિટ એન્ડ રન કાયદા સંદર્ભે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ટ્રાન્સપોર્ટસ એસોસિએશનના સભ્યો સાથે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે ટ્રક ચાલકોના વિશાળ હિતને ધ્યાને લઈ તેમજ તેમની માંગણીઓ-રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ આપી હિટ એન્ડ રનના નવા કાયદાને હાલ પૂરતો લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે સરકાર અને ટ્રક ચાલક સંગઠનો વચ્ચે સુખદ સમાધાન થયું છે.

આ નવા કાયદા સામે ઘણા રાજ્યોના ટ્રક તથા વાહન ચાલકોએ હડતાળ કરી હતી. સુરત જિલ્લાના અમુક ડ્રાઇવરોએ પણ જોડાઈને ટ્રાન્સપોર્ટસના તમામ કામોથી અળગા રહ્યા હતા, ત્યારે સુરત ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા ટ્રાન્સપોર્ટસ એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો વિશે જણાવી સુરત જિલ્લાના ડ્રાઇવરોને કોઈ પણ આવશ્યક સુવિધા માં વિક્ષેપ ન ઊભો થાય એ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

સુરત હજીરા ટ્રાન્સપોર્ટેશન એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો હોવાથી કલેક્ટર સાથેની બેઠકમાં એસો.ના સભ્યોએ તે અંગેની ચર્ચાવિચારણા કરી હતી. હડતાળ પૂર્ણ કરી તમામ ડ્રાઇવરો પોત-પોતાના કામ પર પરત ફર્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે અમારી માંગણીઓને પુર્ણ કરવા બદલ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સહયોગ બદલ આભાર માનીએ છીએ.

કડોદરા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના પ્રેસિડેન્ટ વિરેન્દ્ર શર્માએ જણાવ્યુ હતું કે, હિટ એન્ડ રનના નવા કાયદાને કારણે હડતાલનું સુખદ નિરાકરણ આવ્યું છે. કલેક્ટર આયુષ ઓક દ્વારા ટ્રાન્સપોર્ટેશન એસો.ના તમામ સભ્યો સાથે હકારાત્મક વાર્તાલાપ કરી સુખદ ઉકેલનું આશ્વાસન અપાયું હતું. હાલ આ કાયદો લાગુ કરવામાં નહીં આવે અને જ્યારે પણ કાયદો લાગુ કરવાની તજવીજ હાથ ધરાશે ત્યારે સંલગ્ન સંગઠનો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે અને વિશ્વાસમાં લેવામાં આવશે. હાલ સુરત જિલ્લાના તમામ ડ્રાઇવરો હડતાળને સમેટી પોતાના કામમાં ફરી સક્રિય થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button