નર્મદા

સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ અને તલાટીની મિલીભગતથી સભ્યોને ગંધ ન આવે તે રીતે કામના બહાને સરકારી ગ્રાંટની હોળી

ઉપસરપંચના જ ભાઈને કોન્ટ્રાક્ટ આપી પોતાના જ ખેતરમાં જુના કામ ઉપર બિજુ કામ બતાવી ઠરાવ લીધા વગર નાણાંનો ભ્રષ્ટાચાર આચરતાં પંચાયતના હોદ્દેદારો

  • સેલંબા ગ્રામપંચાયતમાં હોદ્દેદારોને બગલમાં રાખી સરકારી નાણાં લુંટતાં લુહાર લોબી
  • સરકારી કામોની વહીવટીતંત્રની વેરીફિકેશન કરવા કોઈ પડેલી નથી..અપ્રત્યક્ષ આશીર્વાદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં પંચાયતના તમામ હોદ્દેદારો સરકારી નાણાં મનસ્વીપણાં અને વીટો પાવરના જોરે સરકારી નાણાં લુંટવાનો ઠેકો લીધો હોય એવુ જણાય રહ્યુ છે.

પ્રાપ્ત માહીતીનુંસાર સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ અને તલાટીની મિલીભગતથી પબ્લિકના કામોના પૈસાને સભ્યોને જાણ કર્યા વગર,ઠરાવ કર્યા વગર સરપંચના ઘરે ગૃપ્ત બોગસ દસ્તાવેજો ઉભા કરી નર્મદા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ તથા સેલંબા પંચાયતના ઉપસરપંચ ચંનદ્રકાંત ગોરખ લુહારના સર્વે નં-૬૩ માં સરકારી ગ્રાંટનો અંગત કામ માટે સંરક્ષણ જુની દીવાલ ઉપર ઉપરાછપરી કામ કરી ઉપસરપંચ ચંન્દ્રકાંત લુહારના સગા ભાઈ વિશ્વજીતને કોનટ્રક્ટ આપી સરકારી નાણાંની ચોરી કરી રહ્યાં છે.અથવા ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે તે બાબતે પંચાયતના સભ્યોઓએ ઘણીવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં રજુઆતને અનદેખી કરી લુહાર લોબી સરકારી નાણાં લુંટવા તત્પર બન્યાં છે .તેમાં સરપંચ અને તલાટીએ પણ પીળાં હાથ કરેલ છે .ઉપરાંત સરકારી વહીવટી અધિકારીઓ લોકેશન કે અન્ય માહીતી ચેક કર્યા વગર અથવા ચકાસણી કર્યા વગર બહાલી આપી દેતાં હોય છે. આવા ગેરકાયદેસરના કામો કરવા સરપંચ ,ઉપસરપંચ અને તલાટી ઉપર વહીવટી તંત્રનો આશીર્વાદ હોવાને કારણે ભ્રષ્ટ્રાચાર આચરવા કોઈની બિક કે દબાણ કે પ્રજાના અવાજની કોઈ પડેલી નથી .આ તમામ હોદ્દેદારો ભાજપ સરકારના હોઈ રાજકીય લાગવગથી કામના બહાને બેફિકર લુંટફાંટ ચલાવી રહ્યાં છે .જે આવા ગેરકાયદેસર કામો અંગે વારંવાર થતાં હોઈ તંગ આવી ગયેલ સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના વોર્ડ નં-૧, ના મહીલા સભ્ય પુંજાબેન રવિભાઈ ગોસાઈ તેમજ વોર્ડ નં-૨,ના સભ્ય પંકજકુમાર વિજયભાઈ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી આવા તત્વો સામે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળની કલમ- ૫૭ અંતર્ગત કાર્યવાહી કરવાની રજુઆત કરી છે .

 

આવા ભ્રષ્ટાચારી હોદ્દેદારો વિરૂધ્ધ વહીવટીતંત્ર શું કાયદેસરની કાર્યવાસી કરે છે કે પછી ભાજપ સરકારના દબાણમાં વશ થઈ અધિકારીઓ ભીનુ સંકલે છે.તે આવનારો સમય જ બતાવશે.
હકીકતમાં સંલંબા ગ્રાપ પંચાયતના સરપંચ સોનલબેન તડવી ,ઉપસરપંચ ચંન્દ્રકાંત લુહાર અને તલાટીની મિલીભગતથી સરકારી નાણાંનો દૂરપયોગ કરવા નર્મદા જિલ્લા ભાજપા ઉપપ્રમુખ તથા સંલંબા પંચાયતના ઉપ પ્રમુખ ચંન્દ્રકાંત લુહારના સગા ભાઈ વિશ્વજીત ગોરખ લુહારને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે .અને બોગસ કામો કરવામાં હંમેશા કરવામાં આવ્યાં છે .અને રાજકારણ ભ્રષ્ટ્રાચાર આચરવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે .ઉપરાંત સાગબારા તાલુકામાં સરકારી કામો બોગસમાં બોગસ વહીવટીતંત્રના આશીર્વાદથી કરવામાં આવી રહ્યાં છે.તેમને તાત્કાલીક ધોરણે આવા કોન્ટ્રાકટરોને સરકારી કામો ન સોપવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button