નર્મદા

લગ્નમાં નાચવા બાબતે 8 લોકોના ટોળાએ એકસંપથી કિશોરને માર માર્યો

હાલમાં લગ્ન સીઝન ચાલતી હોય નાંદોદ તાલુકાના મોટીભમરી ખાતે ગત રોજ 16 એપ્રિલના લગ્ન હતા. જે લગ્નમાં રાત્રિના ડીજે મંગાવેલ હોય ડાન્સ નાચગાન કરવા અને જોવા સંબંધીઓ મોટી ભમરી ખાતે ગયા હતા. જેમાં રાજપીપલા ટેકરા પોલીસ લાઈનમાં રહેતા જતીન મોતીલાલ વસાવા પણ પરિવાર અને પોતાના મિત્રો સાથે રાત્રિના લગ્નમાં ગયો હતો. અત્રિના દોઢ વાગે બધા ડાન્સ કરતા હતા, ત્યારે કેટલાક યુવાનો પાછળથી લાતો મારાતાં હતા. જેથી લાતો ના મારશો કહી જતીન અને તેના મિત્રો નીકળી ઘરે રાજપીપળા આવવા રવાના થયા પરંતુ મોટી ભમરી ગામની સ્કૂલ નાજુક રોડ પર ગામનો રાજદીપ નરપત વસાવા અને અન્ય 7 અજાણ્યા લોકો ભેગા થઇ એક સંપ થઇ ઉભા હતા.

આ જતીન અને તેના મિત્રો ત્યાંથી પસાર થવા ગયા કે તેમની પર તૂટી પડતા જતીનને માથામાં શરીરમાં પંચ માર્યા અને ઢીકાપાટુનો ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાબતની જાણ પરિવારને કરતા પરિવાર દોડી આવ્યો અને ઈજાગ્રસ્ત જતીનને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button