ઓલપાડ

ઓલપાડના એક ગામમાં સહકારી મંડળીમાં ઉધારીના રૂપિયા ચૂકવવા ગયેલી સગીરા સાથે છેડતી

માતાએ એક ઇસમ સામે ફરિયાદ નોંધાવી

ઓલપાડ તાલુકાના એક ગામમાં સહકારી મંડળીમાં ઉધારીના રૂપિયા ચૂકવવા ગયેલી સગીરા સાથે એક ઈસમે શારીરિક અડપલાં કર્યા હતા. ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ આપતા ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ગામમાં 17 વર્ષ અને બે મહિનાની સગીરા ગામમાં આવેલા સહકારી મંડળી પર ઉધારમાં લીધેલા ઘઉંના પૈસા ચૂકવવા ગઈ હતી. તે દરમિયાન હાજર અશોક કેશવ પટેલ નામના ઈસમે સગીરા પર નજર ભગાડી હતી અને સગીરાનો હાથ ખેંચી શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઇને સગીરાએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરતા સગીરાની માતાએ ઓલપાડ પોલીસ મથકે અશોક કેશવ પટેલ નામના ઇસમ વિરૂદ્ધ ફરિયાદ આપતા ઓલપાડ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button