તાપી

વાલોડ ગામમાં પાણીની સમસ્યા અંગે ટીડીઓના આપખુદ શાહી વલણ સામે મહિલા જન પ્રતિનિધિઓએ મોરચો માંડ્યો

વાલોડ નગરમાં કાકરાપાર બલ્ક યોજનામાંથી ઓછું પાણી મળતા નગરમાં એક સમયે પાણી આપવામાં આવી રહ્યું છે, ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય કક્ષા નાણાપંચમાંથી હળપતિ વાસ અને નગરમાં પાણીની સુવિધા પૂરી પાડવા ગ્રામ્ય કક્ષા નાણાપંચની ગ્રાન્ટમાંથી આયોજન કરી તાલુકા કક્ષાએ મંજૂરી માટે મોકલેલ, પરંતુ મંજૂરી મળી ન હતી. ગ્રામ પંચાયતમાં ફંડ અને આયોજન હોવા છતાં પાણીની તંગી ભોગવી રહ્યા છે.

ગ્રામ પંચાયતની રજૂઆતને પગલે વાલોડ બાંધકામ શાખાના ઇજનેરને 23 એપ્રિલ સુધીમાં રિપોર્ટ કરવા જાણ કરી હતી જેને પગલે વાલોડના અગિયાર ફળિયામાં હાલની સ્થિતિએ પાણીની અછત સામે આવી છે, તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર રિપોર્ટ રજૂ કર્યો છે. સરપંચ વિજયાબેન નાઇક, ઉપસરપંચ અપૂર્વ વ્યાસ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ટીડીઓને મળવા રૂબરૂ ગયા ત્યારે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારીના વલણ સામે સરપંચ અને ઉપસરપંચ અને સભ્યો નારાજ થયા હતા. સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પંચાયત સભ્યોએ ડીડીઓને રજૂઆત કરી છે. જયના ગામીતે તાલુકા પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે સરકાર પ્રજાની સમસ્યા દૂર કરવા સજાગ હોય પરંતુ ટીડીઓનું ભર ઉનાળે પાણીની વિકટ પ્રશ્નો ઉદ્ભવ બાબતે નકારાત્મક વલણ દુર્ભાગ્ય પૂર્ણ છે. વિજ્યાબેન નાઈકે જણાવ્યું હતું કે 6 માસથી આયોજન કરી વહીવટી મંજૂરી માટે ટીડીઓ ની મંજૂરી માટે મોકલી હતી પરંતુ વોટર વર્કસની નવી પાઇપલાઇન આવવાની હોવાનું કહી પાણીની સમસ્યા ઊભી કરી.

Related Articles

Back to top button