નર્મદા

ભૂતબેડા ગામે લેન્ડગ્રેબિંગ કમિટીની તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી

શિક્ષકની જમીન પચાવી પાડનારા ત્રણ આરોપી સામે ફરિયાદ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખાબજી (ભરાડા) ગામના શિક્ષકની ભુતબેડા ગામની સીમમાં આવેલી ખેતીની જમીન ઉપર ભુતબેડા ગામના ત્રણ ઈસમોએ જમીન પચાવી પાડવા ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. જે જમીન ફરિયાદીએ પરત માંગતા આરોપીએ કબ્જો ન છોડતા ફરિયાદીએ નર્મદા જિલ્લા કલેકટરને આ અંગેની અરજી આપી હતી. કલેક્ટર આદેશથી આરોપી ત્રિપુટી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાબકી (ભરાડા) ગામના શિક્ષક ફેડરિક રજવાડાની વડીલો પાર્જીત જમીન ભૂટબેડા ગામની સીમમાં આવેલી છે. જેના બાજુમાં ભુતબેડા ગામના અર્જુન વસાવા, રણછોડ વસાવા અને ભીમસિંગ વસાવાનું ખેતર આવેલુ છે. ત્રણેય આરોપીઓ એ વર્ષ 2016માં ફરિયાદીની જમીન પચાવી પાડવા ગેરકાયદેસરનો કબ્જો કર્યો હતો.

ફરિયાદીએ પોતાની જમીન આરોપીઓ પાસેથી વારંવાર પરત માંગણી કરી હતી. પરંતુ આરોપીઓએ જમીન અમારી છે. એમ કહી જમીન પરત આપવા ઈન્કાર કર્યો હતો. જેથી ફરિયાદીએ લેન્ડ ગ્રેબીગ એક્ટના કાયદા મુજબ નર્મદા જિલ્લા કલેકટરને અરજી આપી હતી. કલેક્ટરે હુકમ કરતાં ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button