નર્મદા

માથાસર ગામે સાંસદ સમક્ષ પાણી નહિ મળતું હોવાની ફરિયાદોનો મારો

યુવાનને સાંસદ ગાળો બોલતા હોય તેવો વીડિયો વાયરલ

નારેશ્વર રોડ પર રેતી ભરેલાં ડમ્પરના કારણે 3 લોકોના મોત બાદ રોષે ભરાયેલાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને બેફામ ગાળો ભાંડી હતી અને તેનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો. હવે મનસુખ વસાવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં માથાસર ગામમાં પાણીની સમસ્યાની રજૂઆત કરી રહેલાં એક યુવાનને સાંસદ અપશબ્દો બોલી તતડાવી રહયાં છે. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હોવા બાબતે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો.

ભરુચના સાંસદ મનસુખ વસાવા દેડિયાપાડાના માથાસર ગામે પહોંચ્યાં હતાં. ગામમાં તપાસ કરવામાં આવતાં પીવાનું તથા સિંચાઇનું પાણી નિયમિત મળતું હોવાનું જણાયું હતું. જેથી પોસ્ટ મુકનાર ને સાંસદે તતડાવ્યા કે મોદી સરકાર આંતરિયાળ ગામોમાં પણ તમામ સુવિધાઓ વધારી છે પછી ખોટી પોસ્ટ વિડીયો મૂકી કેમ સરકાર ને બદનામ કરો છો કહી વાત વાત માં સંસદે અપશબ્દો પણ કહી દીધા હતા.

સાંસદ મનસુખ વસાવાએ યુવાનને કહયું હતું.. ** સાચુ છે, **** જુઠ્ઠુ બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલાં સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક ખાણ અને ખનીજ વિભાગ તથા મામલતદાર કચેરીના અધિકારીઓને બેફામ ગાળો બોલી હતી. ત્યારબાદ સામી ચૂંટણીએ તેમનો વધુ એક વિડીયો સામે આવ્યો છે.

મતદારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે

કેટલાક વિરોધી પાર્ટીના લોકો સરકારને બદનામ કરવા પાણી સુવિધા નથી કહી વર્ષોજૂનાં વિડીયો મૂકી મતદારોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. એટલે આવા લોકોને સબક શીખવાડવા પડે કેમકે આદિવાસી કોઈ પણ ગામ હોય સરકારી યોજના ના પહોંચી હોય એવું બન્યું નથી. કહું ઉંચાઈ વાળા ગામમાં પાણી ની સુવિધા છે શક્ય છે કે ઉનાળામાં કદાચ જળસ્તર નીચા જતા મુશ્કેલી થાય ત્યારે પણ સરકાર હેન્ડપંપ રીપેર કરવાથી લઈ ને પાણી ની સુવિધાઓ અપાવાની કોશિશ કરે છે. – મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button