માંડવી

માંડવીમાં રૂ.4.58 કરોડના વિકાસના કામો કરવામાં આવશે

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ખાતે રાજ્ય સરકાર અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સંયુક્ત આર્થિક સહયોગથી સી.એસ.આર. અંતર્ગત મંજૂર થયેલા રૂ.4.58 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાદડી ગામે પ્રાથમિક શાળા કમ્પાઉન્ડ ખાતે રૂ.12 લાખના ખર્ચે નિર્માણ પામનારા પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. ત્યારે માંડવી તાલુકાના ગામોમાં થઈ રહેલા વિકાસકાર્યો દ્વારા ગ્રામજનોના જીવનધોરણમાં સુધારો કરી શકાશે. ગામમા નિર્માણ પામનાર પુસ્તકાલય માટે ગ્રામજનોને અભિનંદન આપતા મંત્રીએ ગામના બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોએ ગામ છોડી અન્યત્ર જવું નહીં પડે. તેઓ ઘર આંગણે જ લાયબ્રેરીનો લાભ લઇ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ,શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે.

વિકાસકામોમાં,

  • રૂ.99.58 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ સ્લેબ ડ્રેઇન ઓન જાખલા એપ્રોચ રોડ,
  • રૂ.14.50 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ સી.સી. રોડ એટ વાંકલા નેશનલ હાઇવે થી સીવાજીભાઈના ઘર સુધી રોડ,
  • રૂ.30.12 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ સી.સી. રોડ એટ સુનીલભાઈ રતના ઘર થી નારસીગ રુમસીના ઘર એટ નવા રતનીયા વિલેજ રોડ,
  • રૂ. 41 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24કન્સ્ટ્રકશન ઓફ નાનીચેર મેઇન રોડ થી વાયા પુલ ફળીયા વાયા કુનતા રાજેશના ઘર થી વડકુઇ સીમ રોડ,
  • રૂ.113.87 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ જામણકુવા હનુમાન મંદિરથી સાદડી વિલેજ જોઇનીંગ રોડ,
  • રૂ. 84.95 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ જાખલા વિલેજથી ઝરીમોરા વિલેજ જોઈનીંગ રોડ,
  • રૂ.73.50 લાખમાં કે.પી.એસ.એસ. 2023-24 કન્સ્ટ્રકશન ઓફ બોક્ષ કલ્વર્ટ ઓન મોટીચેર ચચરીયા ફળયા રોડ સહિતના કુલ સાત કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button