તાપી

પીપલોદના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની કંમ્પાઉન્ડ વોલ મોટી-મોટી તિરાડો પડ્યા બાદ પણ મરામત ન કરાતા આખરે તૂટી પડી

કોન્ટ્રએક્ટરો અને અધિકારીઓ પોતાના વર્ષો સુધી પોતાના બાળકોના બાળકો રહી શકે એવા મજબૂત બનાવવાના સપનાઓ જોતા હોય છે, તો પછી આ સંરક્ષણ દીવાલ 12 જ વર્ષમાં ધરાશાયી થતા કામકાજમાં ભ્રષ્ટાચાર થયાની "ભૂ" આવી રહી છે.

તાપીના નિઝર તાલુકાના પીપલોદ ગામે લોકોઓને નજીકમાં જ આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે. જે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરના ફરતે લાખોના ખર્ચે કંમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કંમ્પાઉન્ડ વોલની દિવાલમાં અનેક જગ્યાએ તિરાડો પડી જતા ગત રોજ કંમ્પાઉન્ડ વોલના એક તરફની દિવાલનું અચાનક જ ધરાશાઇ થઇ હતી.

  • દીવાલો અચાનક નહીં તૂટતી, તો પછી દીવાલ તૂટવા માટે જવાબદાર કોણ?
  • છેલ્લા ઘણાં સમયથી મોસમોટી દીવાલમાં તિરાડો પડી હતી તો આજ દિન સુધી કોઈનું ધ્યાન કેમ ના ગયું?
  • જે તે જવાબદાર અધિકારીઓ શું કરતા હતા?

મળતી માહિતી અનુસાર પીપલોદ ગામે અંદાજિત બારેક વર્ષ પહેલા લોકોઓને નજીકમાં જ વિવિધ આરોગ્ય લક્ષી પ્રાથમિક સરવાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લાખોના ખર્ચે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સબ સેન્ટરમાં ગર્ભવતી મહિલાનું ચેકઅપથી લઇને વિવિધ આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે. પરંતુ હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરના ફરતે લાખોના ખર્ચે બનેલ કંમ્પાઉન્ડ વોલની દિવાલમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ મોટી મોટી તિરાડ પડી જતા આ કંમ્પાઉન્ડ વોલના એક તરફનો ભાગ ધરાશાઇ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button