ગુજરાતરાજનીતિ

ગુજરાતમાં મોટું કૌભાંડ કોંગ્રેસે ખોલ્યું ! આ યોજનામાં થયો ભરી ભરીને ભ્રષ્ટાચાર, ગાંધીનગર સુધી રજૂઆત

નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઇ છે.. તેમણે કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે

નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.. કોંગ્રેસના  મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ થઇ છે.. તેમણે કહ્યું કે  ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું છે…. તેમણે આક્ષેપ કર્યો કે નીચી ગુણવત્તાવાળી પાઇપો લગાવીને આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.. અને અમુક ગામોમાં તો નલ સે જળ યોજનામાં કોઇ કામગીરી થઇ જ નથી.  પાણી પુરવઠા મંત્રીના તાલુકામાં જ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો.. સાથે જ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતા કોઇ પગલા લેવામાં ન આવ્યા હોવાનું તેમણે કહ્યું.

મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ આચરવાનો આક્ષેપ

કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીએ કહ્યું કે  ભાજપના પદાધિકારો દ્વારા તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ કરવામાં આવ્યું છે..  આ સાથે તેમણે તમામ ગામોની વિજિલન્સ ટીમ તપાસ કરે તેવી માંગ કરી” મોટાભાગના કોન્ટ્રાક્ટર્સ ભાજપના ફંજ રેઝર છે અથવા તો પછી ભાજપના પદાધિકારીઓ છે તેવું તેમણે જણાવ્યું

સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસ સોંપવા માંગ 

મનિષ દોશીએ કહ્યું કે વિઝિલિન્સ તપાસમાં આવી અનેક ફરીયાદો મળી છે.. રાજ્યના મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી મૌન છે..  સીધી માંગ છે કે સમગ્ર કાંડની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપાય. વાસ્મોના નામે પાણી પુરવઠાના નામે ગુજરાતના નાગરિકો સાથે નળથી જળના નામે જે છળ થયું છ તેની તપાસ થાય,  60 દિવસમાં જવાબદારોની ધરપકડ થાય ..ભાજપ સરકાર જવાબદારી સ્વીકારે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button