દેશરાજનીતિ

INDIA ગઠબંધનમાં સીટોની વહેંચણી માટે કોંગ્રેસની ફોર્મ્યુલા તૈયાર!

ખડગેના ઘરે બેઠકમાં બની આ રણનીતિ

દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીઓએ રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લોકસભાની ચૂંટણીને લઈને મંથન કર્યું હતું. બેઠકમાં કોંગ્રેસના રાજ્યોના નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે જ એ પણ મૂલ્યાંકન કર્યું હતું કે જો તેઓ સહયોગી પાર્ટીઓની સાથે સોદાબીજી કરે છે તો કોંગ્રેસને કેટલી સીટો મળી શકે છે. પાર્ટીના રાજ્યોના નેતાઓએ કહ્યું હતું કે જો આપણે ગઠબંધનમાં વધારે સીટોની માંગ કરીશું તો જ સમજૂતીની ફોર્મ્યુલા તૈયાર થઈ શકશે.

બિહાર કોંગ્રેસના નેતાઓએ કરી આ માંગ

બિહાર કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે જો ડાબેરી પક્ષો અને કોંગ્રેસ 25 સીટોની માંગ કરે છે તો આપણને (કોંગ્રેસને) 10-12 સીટો મળી શકે છે. નેતાઓએ કહ્યું હતું કે અમે ગઠબંધન ઈચ્છીએ છીએ અને જ્યાં સુધી જેડીયુ અને આરજેડીને સમાવવાની વાત છે તો અમે પ્લસ અને માઈનસ સહન કરવા તૈયાર છીએ. ઝારખંડના નેતાઓએ કહ્યું કે આપણે 12 સીટોનો દાવો કરવો જોઈએ અને 7થી નીચે સહમત ન થવું જોઈએ.

યુપી અને બંગાળના નેતાઓએ રજૂ કર્યા વિચાર

મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં યુપી કોંગ્રેસના નેતાઓએ 40 સીટોની માંગણી કરી હતી. પરંતુ સમાજવાદી પાર્ટી સાથે વાતચીત બાદ તેમને 20 બેઠકો મળવાની આશા છે. તો પશ્ચિમ બંગાળના નેતાઓએ કહ્યું કે, આપણે 6 સીટોની માંગ કરવી જોઈએ. તેમજ ટીએમસી સાથે ઓછામાં ઓછી 4 સીટો પર વાતચીત થવી જોઈએ. જ્યારે પંજાબ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની વિરુદ્ધ છે, રસપ્રદ વાત એ છે કે ગઠબંધન સમિતિએ પંજાબ માટે તેનો રિપોર્ટ સુપરત કર્યો નથી, જે ખરેખર પંજાબમાં AAP-કોંગ્રેસના ગઠબંધન માટે રેડ એલર્ટ છે.

ખડગેએ પાર્ટીના નેતાઓને આપી આ સલાહ

કોંગ્રેસે ગતરોજ લોકસભા ચૂંટણીની માટે પાર્ટીની રણનીતિ, ઢંઢેરા અને સીટોની વહેંચણી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને તેમના મતભેદો ભૂલીને એક થવા અને પાર્ટી લાઈનની બહાર સંવેદનશીલ મુદ્દાઓ પર વાત ન કરવા જણાવ્યું હતું, કારણ કે ઘણીવાર તેના કારણે નીચું જોવા જેવું થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button