ગુજરાત

ગુજરાત કોંગ્રેસે સંગઠન મજબૂતી માટે ભર્યું મોટું પગલું, લોકસભા બેઠકોની જવાબદારીની કરી સોંપણી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં; AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે

  • લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
  • કોંગ્રેસે વિવિધ નેતાઓને સોંપી જવાબદારી 
  • રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને સોંપાઈ જવાબદારી

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે વિવિધ નેતાઓને જવાબદારી સોંપી છે. અત્રે જણાવીએ પ્રભારી મુકુલ વાસનીકના ગુજરાત પ્રવાસ બાદ વિવિધ નેતાઓને જિલ્લા વાઈઝ જવાબદારી સોંપાઈ છે. જેમાં AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

રામકિશન ઓઝાને ક્યાંની જવાબદારી સોંપાઈ 
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા

બી.એમ. સંદીપને અહીંની જવાબદારી સોંપાઈ
ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.)

ઉષા નાયડુને પણ મોટી જવાબદારી સોંપાઈ 
પંચમહાલ, દાહોદ (એસ.ટી.), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.)

યુવા કોંગ્રેસ કાર્યક્રમો કકશે
યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર ‘મોહબ્બ્ત કી દુકાન’ બેનર હેઠળ કાર્યક્રમ શરૂ કરવાની ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સાથો સાથ સામાજિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ ‘ભારત જોડો’ યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને ‘સ્પીક ઉપ ફોર ભારત જોડો’ કાર્યક્રમ અને વિવિધસ્તર  પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે તેમ પણ માહિતી આપી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button