બારડોલીરાજનીતિ

સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને કોંગ્રેસે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. કોંગ્રેસે આ યાદીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે વર્તમાન 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને મેદાને ઉતાર્યા છે.

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?

બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી જેઓ તાપી જિલ્લામાંથી આવે છે. તેઓ માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ ચૌધરીના પુત્ર છે. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી વ્યારા બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ બી.ચૌધરીને હરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button