બારડોલી

સુરત જિલ્લામાં અનેક તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની ગંધ આવતા કોંગ્રેસે આવેદન આપ્યું

સુરત જિલ્લાના બારડોલી ખાતે કોગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ યોજનામાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે પ્રાંત કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હોદ્દોદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

સુરત જિલ્લામાં અનેક તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની ગંધ આવતા પ્રાત અધિકારીને ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની અધ્યક્ષતામાં તેમજ તરુણ વાઘેલા, અનુપભાઈ વ્યાસ, વિપુલ પટેલ,સ્વાતિ પટેલ અને કિરણ લાકડાવાળા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો એકઠા થઈ આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુજલામ સુફલામમાં શરત ભંગ અંગેની ફરિયાદ તેમજ વિવિધ યોજના આપેલા શરતો કરતા વધારે ખોદકામ કરાયું છે. ઓછી રોયલ્ટી ચૂકવવાનો અને સરકારની આવકને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસના આવેદનપત્રને લઇને ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં ફફડાટ

આવનાર દિવસોમાં બારડોલી તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં જ્યાં જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે જો તપાસ કરવામાં નહીં આવશે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આંદોલનની પણ વાત કરી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને લઇને આડેધડ માટી ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Related Articles

Back to top button