ગુજરાતરાજનીતિ

ગુજરાત કોંગ્રેસમાં ગદ્દારો પર પડદો? જાણો અંદરખાને શું રંધાઈ રહ્યું છે

ગઇકાલે ગુજરાત કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની હોવાની ચર્ચા થઈ રહી હતી.

ગઇકાલે ગુજરાત કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠક ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની હોવાની ચર્ચા થઈ રહી હતી. બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓની હાજરી જોવા મળી હતી. અગાઉ એવી વાત સામે આવી હતી કોંગ્રેસમાં જ ગદ્દારોની ગંધ આવી રહી છે એટલે કે  ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કરનારની યાદી બહાર આવી શકે છે પરંતુ હાલ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનાર નેતાઓને રાહત મળી છે અને હાલ ગદ્દારીની વાત પર પડદો ઢંકાયો છે.

અંદરખાને ગંભીર સ્થિતિ ?

ગુજરાત કોંગ્રેસ પરિણામ સુધી કોઈ કાર્યવાહી નહીં કરે તેવી વાત સામે આવી રહી છે.  4 જૂન પછી એટલે કે પરિણામ બાદ નક્કી થશે ખેલ કોણે પાડ્યો હતો અને કોણે ભાજપને ફાયદો કરાવ્યો છે. હાલ કોંગ્રેસમાં સૌથી મોટી ચિંતાએ છે કે પરિણામ શું આવશે? કોંગ્રેસમાં અંદરખાને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જો ભાજપની હેટ્રીક પડી તો કોંગ્રેસમાં દોડાદોડી વધશે. મતદાનના દિવસે  બાજનજર રાખવા આહ્વાન કરવામાં આવ્યું હોવાની પણ એક વાત સામે આવી છે. પરિણામ બાદ પાછળ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે આ પરિણામ પર કોંગ્રેસની આગામી રણનીતિ ઘડવામાં આવશે.

આ બેઠકો પર બાજ નજર

ગુજરાતની કેટલી બેઠકો એવી છે જેના પર કોંગ્રેસની બાજ નજર રહેશે, આ એવી બેઠકો છે કે જ્યાં ભાજપ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું. તો ચાલો આવી કેટલી બેઠકોની યાદી પર નજર કરીએ.

  • બનાસકાંઠા લોકસભા
  • પાટણ લોકસભા
  • આણંદ લોકસભા
  • સુરેન્દ્રનગર લોકસભા
  • સાબરકાંઠા લોકસભા
  • અમરેલી લોકસભા

કઈ – કઈ બેઠકમાં ફરિયાદ?

તો બીજી તરફ કોંગ્રેસના જ ગદ્દરોની વાત કરવામાં આવે તો કેટલી એવી પણ બેઠક છે કે જ્યાં કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવી શકે છે, એટલે આવી બેઠક પર પણ પાર્ટી સંપૂર્ણ નજર રાખીને બેઠી છે અને પરિણામ બાદ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનાર નેતાઓની યાદી જાહેર થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કઈ -કઈ બેઠકમાં કોંગ્રેસને પોતાનાથી જ ફરિયાદ હોય શકે છે.

  • સુરત લોકસભા
  • નવસારી લોકસભા
  • ગાંધીનગર લોકસભા
  • અમદાવાદ પૂર્વ
  • ભાવનગર લોકસભા
  • ભરૂચ લોકસભા

Related Articles

Back to top button