દેશરાજનીતિ

ભરૂચમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં મુમતાઝ પટેલ ગેરહાજર, AAPના ચૈતર વસાવાએ સ્વાગત કર્યું

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી છે. આજે યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધી ભરૂચમાં પહોંચ્યા હતા. યાત્રામાં એકબાજુ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે ચૈતર વસાવા પહોંચ્યા પરંતુ પોતાને ભરૂચની દીકરી ગણાવતા સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ક્યાંય ન દેખાયા.

રાહુલની યાત્રામાં મુમતાઝ પટેલ ન આવ્યા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ભરૂચમાં પહોંચી હતી. એકબાજુ રાહુલ ગાંધીની યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમની સાથો સાથ જોડાઈ રહ્યા છે. ત્યારે ભરૂચમાં યાત્રા પહોંચતા કોંગ્રેસના નેતા અહેમદ પટેલના બંને સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંનેમાંથી એકપણ રાહુલ ગાંધીને આવકારવા માટે હાજર રહ્યા નહોતા. તો બીજી તરફ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા ત્યાં હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધીનું તેમણે સ્વાગત કર્યું હતું.

ભરૂચ બેઠક પરથી મુમતાઝ પટેલે માગી હતી ટિકિટ

મુમતાઝ પટેલે ગુજરાતમાં ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થયું, જેમાં ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી AAPના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારથી મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલ નારાજ દેખાઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ભરૂચમાંથી ન્યાય યાત્રા નીકળતા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાના બંને સંતાનોની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button